નવી દિલ્લીઃ દિવાળીન તહેવારો પૈકીનો એક તહેવાર એટલે કાળી ચૌદશ. આ દિવસને નરક  ચૌદશ અને રૂપ  ચૌદશ પણ કહેવામાં આવે છે. કાળી  ચૌદશ હિંદુ કેલેન્ડર મહિનામાં કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ પર આવે છે. આ દિવસે લોકો સાંજ પથી પોતાના ઘરમાં દીવો પ્રગટાવે છે. અને યમરાજની પૂજા કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાળી ચૌદશનું મહત્વ:
કાળી ચૌદશ કાળી માંના જન્મ દિવસના રૂ૫માં મનાવવામાં આવે છે. કાળી ચૌદશને કાળી ચૌદશ અથવા કાળી ચૌદશ તરીકે પણ ઓળખવામાં આવે છે. દરેક વ્યક્તિએ આ દિવસે દેવી કાલીની પૂજા કરવી જોઈએ. સાથે સાથે આ દિવસે કેટલાક સંસ્કાર(નિયમો) પણ નિભાવવા જોઈએ. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિકાળી ચૌદશ પર સૂર્યોદય પહેલા જાગે અને સરસોના તેલના લેપથી સ્નાન કરે તો તેના તમામ રોગો, પાપો અને દુ:ખો દૂર થાય છે. જે આ કરે છે તે સ્વર્ગ પ્રાપ્ત કરે છે અને તેના સમસ્ત સાંસારીક દુ:ખો દૂર થાય છે. કેટલાક પુરાણોમાં એવું પણ લખ્યું છે કે આ દિવસે સરસોના તેલનો લેપ લગાવવાથી સુંદરતા પણ પ્રાપ્ત થાય છે. 


કાળી ચૌદશના દિવસે ઘરની નરક એટલે કે ગંદકી દૂર કરવામાં આવે છે. આ દિવસે ઘરમાંથી કકળાટ દૂર કરવાનો પણ રિવાજ છે. ઘરના કકળાટ કે કંકાશમાંથી છુટકારો મેળવવા માટે ગૃહિણી થાળી તથા વેલણ વગાડતા વગાડતા ઘરની નજીકના ચકલા સુઘી જાય છે અને ત્યાં દીવો પ્રગટાવે છે. કહેવાય છે કે આમ કરવાથી ઘરમાં કોઈ ઝઘડો નથી અને કકળાટ દુર થાય છે. 


કાળી ચૌદશનો પૌરાણીક ઈતિહાસ શું છે?
કાળી ચૌદશનો દિવસ આવે છે તે દેવી મહાકાળી સાથે સંકળાયેલ છે. કાળી ચૌદસ કાળી માંના જન્મ દિવસના રૂ૫માં મનાવવામાં આવે છે આ તહેવાર સાથે અનેક માન્યતાઓ સંકળાયેલી છે.


1. આ દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુરનો વધ કર્યો:
પુરાણો અનુસાર, નરકાસુર પૃથ્વી માતાનો પુત્ર હતો અને તેણે પૃથ્વી પર આતંક મચાવ્યો હતો. ભગવાન ઈન્દ્રએ આ રાક્ષસથી લોકોને બચાવવા માટે ભગવાન વિષ્ણુને વિનંતી કરી હતી અને ભગવાન વિષ્ણુએ ઈન્દ્રદેવને વચન આપ્યું હતું કે તે કૃષ્ણનો અવતાર લઈને તેને મારી નાખશે. તે જ સમયે જ્યારે ભગવાન વિષ્ણુએ પૃથ્વી પર કૃષ્ણ તરીકે અવતાર લીધો હતો, ત્યારે તેમણે પોતાનું વચન પૂર્ણ કરવા નરકાસુરનો વઘ કર્યો અને હજારો સ્ત્રીઓને તેની કેદમાંથી મુક્ત કરી હતી. તેમજ સમાજમાં આ મહિલાઓને સન્માન આપવા માટે ભગવાન કૃષ્ણએ નરક ચૌદશના દિવસે તેમની સાથે લગ્ન કર્યાં, ત્યારબાદ આ દિવસે લોકોએ તેમના ઘરોમાં દીવા પ્રગટાવ્યા હતા.
 
 2. નરકાસુરનો વધ મા કાલીએ કર્યો હતો:
અન્ય એક દંતકથા અનુસાર આ રાક્ષસ મા કાલીના હાથે માર્યો ગયો હતો અને તેથી આ દિવસને પશ્ચિમ બંગાળના લોકો કાળી ચૌદશ તરીકે ઉજવે છે.


કાળી ચૌદશની પૂજા કરવાથી થતાં ફાયદા:
આ દિવસ પૂજા કરવાથી જીવનની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે.


દુશ્મનોએ તમારા પરિવાર પર કોઇ કાળી વિદ્યા કરી હોય તો, તે પણ દૂર થાય છે.


કાળી ચૌદશની પૂજાથી લગ્નજીવનમાં કંકાસ હોય તો તે પણ દૂર થાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube