Diwali 2023: પ્રધાનમંત્રી મોદી હંમેશા પોતાના ભાષણોમાં કહેતા આવ્યાં છેકે, મારા માટે મારો દેશ જ મારો પરિવાર છે. એમાંય વાત જ્યારે સેનાના જવાનોની આવે ત્યારે પીએમ મોદી સેનાના જવાનો પ્રત્યે વિશેષ લાગણી અને સન્માન ધરાવે છે. જવાનોના શૌર્ય અને બલિદાનને તેઓ સદા વંદન કરતા રહ્યાં છે. ત્યારે આજે ફરી એકવાર પ્રધાનમંત્રી મોદીએ સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


પ્રધાનમંત્રી મોદીએ ભારતીય સેનાના જવાનો સાથે મનાવી દિવાળી. પીએમ મોદીની સેનાના જવાનો સાથેની દિવાળીની ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયા પર થઈ રહી છે વાયુવેગે વાયરલ...દિવાળી પર સતત 10મી વખત સૈનિકોની વચ્ચે PM મોદીએ હિમાચલના લેપચામાં દિવાળીની ઉજવણી કરી. આ તસવીરો હાલ સોશિયલ મીડિયામાં ખુબ શેર થઈ રહી છે.


પીએમ મોદીએ લેપચા બોર્ડર પર દિવાળીની ઉજવણી કરી હતી. આ હિમાચલ પ્રદેશની દૂરસ્થ પોસ્ટ છે. ભારતીય સેના અને સુરક્ષા દળો સરહદ પર સતર્ક છે. જવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 2014માં વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી દર વર્ષે સરહદ પર જવાનો સાથે દિવાળી ઉજવે છે. આ સમય દરમિયાન તે સૈનિકોને મીઠાઈ ખવડાવે છે અને સૈનિક દળોને પ્રોત્સાહિત કરે છે.


પીએમ મોદીએ લેપચામાં દિવાળી ઉજવીઃ
પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું, "આપણા બહાદુર સુરક્ષા દળો સાથે દિવાળી ઉજવવા હિમાચલ પ્રદેશના લેપ્ચા પહોંચ્યા."