Diwali Bonus: સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર, દિવાળી બોનસ પર મોટું અપડેટ, જાણો કેટલા મળશે પૈસા
કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર છે. કેન્દ્ર સરકારે દિવાળી પર પોતાના કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને 30 દિવસના વેતન બરાબર નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (AdhocBonus) આપવાના પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે. આવામાં કેન્દ્રીય કર્મચારીઓની દિવાળી હવે પહેલા કરતા વધુ ઝગમગશે.
નવી દિલ્હી Central Government Employees Bonus: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર છે. કેન્દ્ર સરકારે દિવાળી પર પોતાના કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને 30 દિવસના વેતન બરાબર નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (AdhocBonus) આપવાના પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે. આવામાં કેન્દ્રીય કર્મચારીઓની દિવાળી હવે પહેલા કરતા વધુ ઝગમગશે.
અત્રે જણાવવાનું કે આ જાહેરાતનો ફાયદો કેન્દ્ર સરકારના ગ્રુપ C અને ગ્રુપ B ના તે તમામ નોન ગેઝેટેડ કર્મચારીઓને મળશે જે કોઈ પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ સ્કિમ હેઠળ આવતા નથી.
નાણા મંત્રાલયે આપી જાણકારી
નાણા મંત્રાલયે આ અંગે જાણકારી આપી છે. મંત્રાલયના જણાવ્યાં મુજબ 'આ આદેશ હેઠળ એડહોક બોનસનો ફાયદો કેન્દ્રીય અર્ધસૈનિક દળો અને સશસ્ત્ર દળોના પાત્ર કર્મચારીઓને પણ મળશે. આ ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશોના તે કર્મચારીઓને પણ તેનો લાભ મળશે જે કેન્દ્ર સરકારના Emoluments ની પેટર્નનું પાલન કરે છે અને કોઈ અન્ય બોનસ હેઠળ આવતા નથી.'
બોનસની રકમની ગણતરી
અત્રે જણાવવાનું કે એડહોક બોનસનો ફાયદો ફક્ત તે જ કર્મચારીઓને મળશે જે 31-3-2021ના રોજ સર્વિસમાં હતા અને વર્ષ 2020-21 દરમિયાન ઓછામાં ઓછા છ મહિના સતત સેવા આપી ચૂક્યા છે. આ કર્મચારીઓને એક વર્ષ દરમિયાન છ મહિનાથી એક વર્ષ સુધી સતત સેવાની અવધિ બદલ Pro-rata payment કરવામાં આવશે.
જાણો ગણતરી
એડહોક બોનસની રકમની ગણતરી average emoluments/calculation ceiling જે પણ ઓછું હશે તે આધારે કરવામાં આવશે. જેમ કે જો તમારે એક દિવસ માટે એડહોક બોનસની ગણતરી કરવાની છે તો એક વર્ષમાં સરેરાશ Emoluments ને 30.4 (મહિનામાં દિવસની સરેરાશ સંખ્યા)થી ડિવાઈડ કરાશે. ત્યારબાદ તેને બોનસના દિવસની સંખ્યા સાથે ગુણવામાં આવશે.
ઉદાહરણ તરીકે આ રીતે સમજો... 7000 રૂપિયા ( જ્યાં વાસ્તવિક એવરેજ Emoluments 7000 રૂપિયાથી વધુ છે) માટે માસિક Emoluments ની ગણતરી આ રીતે કરી શકાય છે. એટલે કે 30 દિવસનું માસિક બોનસ : 7000×30/30.4 = Rs 6907.89 રૂપિયા થશે.
કોણ હશે બોનસ લેવા પાત્ર
જો કેઝ્યુઅલ લેબર, જેણે 6 દિવસના સપ્તાહ હેઠળ કાર્યાલયોમાં 3 વર્ષ કે તેનાથી વધુ સમય સુધી દર વર્ષ ઓછામાં ઓછું 240 દિવસ કામ કર્યું છે (સપ્તાહમાં 5 દિવસ કામ કરનારા કાર્યાલયોના મામલે 3 વર્ષ કે તેનાથી વધુ સમય સુધી, દર વર્ષે 206 દિવસ) તેઓ પણ આ નોન પીએલબી ચૂકવણી માટે પાત્ર ગણાશે. આ માટે એડહોક બોનસની રકમ 1200×30/30.4 = 1184.21 રૂપિયા થશે.
આવા મામલાઓમાં જ્યાં એક્ચ્યુઅલ Emoluments 1200 રૂપિયા પ્રતિ માસથી ઓછુ છે, રકમની ગણતરી એક્ચ્યુઅલ મંથલી Emoluments ના આધાર પર કરવામાં આવશે.