નવી દિલ્હી: અમેરિકામાં ક્રુડ ઓઈલના ભાગમાં ઐતિહાસિક ઘટાડો જોવા મળ્યો છે ત્યારે તેની અસર ભારતમાં પેટ્રોલ કે ડીઝલ પર કેમ પડતી નથી તે તમારે સમજવું ખુબ જરૂરી છે. હકીકતમાં અમેરિકામાં ક્રુડ ઓઈલના ભાવો WTI crude price હેઠળ નક્કી થાય છે. WTIનો અર્થ છે West Texas Intermediate, જ્યારે Organisation of Petroleum Exporting Countries એટલે કે ઓઈલ ઉત્પાદન કરનારા OPEC દેશો Brent Crude Price હેઠળ ભાવ નક્કી કરે છે. આ ઓર્ગેનાઈઝેશનમાં 15 દેશ સામેલ છે જેમાં સાઉદી અરબ, યુએઈ અને કતાર જેવા મોટા તેલ ઉત્પાદક દેશો પણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત પોતાનું મોટાભાગનું ક્રુડ ઓઈલ OPEC દેશો પાસેથી જ ખરીદી છે. Brent Crude Price હેઠળ આ દેશો હજુ પણ પ્રતિ બેરલ 25 ડોલરના ભાવે ક્રુડ ઓઈલ વેચે છે. કારણ કે આ દેશો પાસે હજુ પણ સ્ટોરેજની ક્ષમતા બાકી છે. દુનિયામાં 60 ટકા ક્રુડ ઓઈલના ભાવ Brent Crude Price હેઠળ જ નિર્ધારીત થાય છે. આથી અમેરિકામાં ક્રુડ ઓઈલના ભાવ ઓછા થવાની અસર મોટાભાગના દેશોમાં જોવા મળી રહી નથી. જેમાં ભારત પણ સામેલ છે. 


થોડા દિવસ પહેલા રશિયા અને સાઉદી અરબે માગણી ઓછી હોવા છતાં તેલનું ઉત્પાદન વધાર્યું હતું જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ હવે અમેરિકાએ સમજાવ્યાં બાદ બંને દેશોએ ઉત્પાદન ઘટાડ્યું છે. આમ છતાં દુનિયામાં લોકડાઉનના કારણે ક્રુડ ઓઈલની માગણીમાં ખુબ જ ઘટાડો થયો છે. જો આ લોકડાઉન લાંબા સમય સુધી ચાલ્યું તો બની શકે કે અમેરિકાની જેમ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ક્રુડ ઓઈલના ભાવોમાં ઐતિહાસિક ઘટાડો જોવા મળે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube