નવી દિલ્હી: મંગળવારે ભાજપે એક Tool Kit ને જાહેર કરતા આરોપ લગાવ્યો કે કોંગ્રેસે કોરોના મહામારીને દેશ અને દેશની સરકાર વિરુદ્ધ એક ટૂલકિટ તરીકે ઉપયોગમાં લીધી. ભાજપે આરોપ લગાવ્યો કે કોંગ્રેસે સરકાર વિરુદ્ધ જે પણ એજન્ડા  બનાવ્યા તેની રૂપરેખા પહેલેથી જ બનાવી લેવાઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે જ્યારે 26 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં લાલ કિલ્લા પર હિંસા ભડકી હતી ત્યારબાદ પણ આવી જ એક Tool Kit સામે આવી હતી. તે વખતે પણ આ જ પ્રકારે ટૂલકિટમાં હિંસાની સ્ક્રિપ્ટ લખાઈ હતી. જે Tool Kit ભાજપે જાહેર કરી તેમાં પણ દેશને બદનામ કરવાની આખી સ્ક્રિપ્ટ લખેલી છે. 


પીએમ મોદીની છબીને નુકસાન પહોંચાડવાની કોશિશ
ભાજપનો આરોપ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની છબીને નુકસાન પહોંચાડવા માટે આ Tool Kit કોંગ્રેસે બનાવી હતી. જો કે કોંગ્રેસે આ Tool Kit ને ફેક ગણાવી છે અને દિલ્હી પોલીસ કમિશનર પાસે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને સંબિત પાત્રા પર એફઆઈઆર દાખલ કરવાની માગણી કરી છે. અત્રે જણાવવાનું કે Zee News આ Tool Kit ની સત્યતાની પુષ્ટિ કરતું નથી. જે આરોપ ભાજપે કોંગ્રેસ પર લગાવ્યા છે અને આ ટૂલકિટ ઉપલબ્ધ કરાવી છે. 


ટૂલકિટની 8 મોટી વાતો સમજો
સૌથી પહેલા અમે તમને જણાવીશું કે આ દસ્તાવેજમાં 8 મોટી વાત કઈ છે એટલે કે આ સ્ક્રિપ્ટના 8 મોટા Dialogues કયા છે?


પહેલીવાત- આ ટૂલકિટ કહે છે કે હરિદ્વારમાં આયોજિત કુંભમેળાને સુપરસ્પ્રેડર તરીકે રજુ કરાશે. એટલે કે ટૂલકિટમાં લખ્યું છે કે કુંભથી કોરોના ફેલાયો એ વાત બધે બોલાવામાં આવે અને ઈદ એક સામાજિક મેળ મેલાપનો તહેવાર છે એ રીતે રજુ કરાય. 


બીજી વાત- સમગ્ર દેશમાં અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય મીડિયાનો ઉપયોગ કરવામાં આવે. 


ત્રીજી વાત- ટૂલકિટમાં લખાયું છે કે કોરોના મહામારીનો ઉપયોગ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની છબી ખરાબ કરવામાં આવે. 


ચોથી વાત- વાયરસના નવા સ્ટ્રેન માટે ભારતીય સ્ટ્રેનનો ઉપયોગ કરવામાં આવે. એટલે કે દુનિયાભરમાં ભારતની બદનામી કરવી અને નવા સ્ટ્રેનની ઓળખ ભારત સાથે સ્થાપિત કરવી.


પાંચમી વાત- કોરોનાથી જીવ ગુમાવનારાની બળતી ચિતાઓની તસવીરોનો ઉપયોગ કરવો જેથી કરીને દુનિયાભરમાં ભારતની ખોટી છબી બનાવવામાં આવી શકે. 


છઠ્ઠી વાત- બુદ્ધિજીવીઓની મદદથી PM Cares Fund ને નિશાન બનાવવામાં આવે. એટલેકે આમ કરીને સામાન્ય લોકોમાં ભ્રમની સ્થિતિ પેદા કરવી. 


સાતમી વાત- સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ એટલેકે નવા સંસદ ભવનના નિર્માણને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અંગત ઘર બનાવીને લોકોને ભ્રમિત કરવામાં આવે જેથી કરીને લોકો તેના માટે પ્રધાનમંત્રીની ટીકા કરે. 


આઠમી અને છેલ્લી વાત- ગુજરાતને નિશાન બનાવવું. એટલે કે ટૂલકિટ કહે છે કે લોકોની વચ્ચે જુઠ્ઠાણું ફેલાવવામાં આવે કે પ્રધાનમંત્રી કોરોનાના આ સંકટમાં ગુજરાતને વધુ પ્રાથમિકતા આપી રહ્યા છે. એટલે કે આમ કરીને રાજ્યોને અંદર અંદર લડાવવા અને લોકોની વચ્ચે નફરત ઘોળવી. 


આ એ આઠ પોઈન્ટ છે જે આ ટૂલકિટમાં લખ્યા છે. અમે તમને ફરીથી એકવાર જણાવીએ છીએ કે અમે આ ટૂલકિટની સત્યતાની પુષ્ટિ કરતા નથી પરંતુ જો આ ટૂલકિટ સાચી હોય તો તે અનેક ગંભીર સવાલ ઊભા કરે છે. તેનાથી કોંગ્રેસની ભૂમિકા ઉપર પણ સવાલ ઊભા થાય છે. 


સરકાર વિરુદ્ધ અસંતોષ ફેલાવવાનું ષડયંત્ર
હવે વિસ્તારથી આ ટૂલકિટ વિશે સમજીએ. આ ટૂલકિટ અસલમાં ભારતના લોકો વચ્ચે અસંતોષ ફેલાવવાનો એક એવો દસ્તાવેજ છે જેમાં કહેવાયું છે કે કઈ રીતે કોરોના મહામારી વચ્ચે લોકોની પીડાનો રાજનીતિક ફાયદો ઉઠાવી શકાય છે. ભાજપ તરફથી જાહેર કરાયેલી આ ટૂલકિટમાં કોંગ્રેસ પર એવા આરોપ છે કે તેણે ભારત અને ભારત સરકારની ખોટી છબી રચવા માટે એક રૂપરેખા બનાવી અને અત્યાર સુધી બધુ તેના આધાર પર થઈ રહ્યું હતું. આ ટૂલકિટ આ સમગ્ર એજન્ડાનું માર્ગ દર્શન કરી રહી છે. 


આરોપ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની છબી ખરાબ કરવા માટે કોંગ્રેસ કુંભને પણ નિશાન બનાવી રહી હતી. એટલે કે આ ટૂલકિટનો પહેલો પોઈન્ટ કુંભમેળો જ છે. આ ટૂલકિટ કહે છે કે હિન્દુઓની આસ્થા સાથે જોડાયેલા કુંભમેળાને કોરોના કાળમાં સુપર સ્પ્રેડર કુંભનું નામ આપવામાં આવશે. જેનાથી લોકોમાં એ મત બનશે કે કુંભના આયોજનથી દેશમાં કોરોના સંક્રમણ ફેલાયું. તમને યાદ હશે કે ગત મહિને જ્યારે કુંભમાં સ્નાન થયું તો ભારત જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય મીડિયાએ પણ તેની તસ્વીરોને પ્રમુખતાથી છાપી હતી. 


કુંભ ઉપરાંત પીએમ કેર્સ ફંડ બહાને નરેન્દ્ર મોદીની છબી ખરાબ કરવાની પણ પૂરી યોજના લખી છે. આ ટૂલકિટ કહે છે કે લોકો વચ્ચે એવો ભ્રમ ફેલાવવામાં આવે કે પીએમ કેર્સ ફંડ પ્રધાનમંત્રી સાથે જોડાયેલું એક ખાનગી ટ્રસ્ટ છે. જેમાં જમા પૈસા સરકાર લોકો પર ખર્ચ કરશે નહીં. આ ઉપરાંત ટૂલકિટમાં લખ્યું છે કે દેશના પૂર્વ સિવિલ સર્વન્ટ્સનો ઉપયોગ પીએમ કેર્સ ફંડ પર સવાલ ઉઠાવવા માટે કરવામાં આવે. જેવું લખ્યું છે એવું જ થયું. આ વર્ષે 16 જાન્યુઆરીના રોજ દેશના 100 પૂર્વ સિવિલ સર્વન્ટ્સે પીએમ મોદીને ખુલ્લો પત્ર લખ્યો હતો અને  તેમાં પીએમ કેર્સ ફંડ પર સવાલ ઉઠાવ્યા હતા. 


હર્ષ મંદર-જૂલિયો રિબેરો ચલાવી રહ્યા છે અભિયાન
મહત્વની જાણકારી એ છે કે આ સિવિલ સર્વન્ટ્સમાં હર્ષ મંદરનું નામ પણ સામેલ છે. જે યુપીએ સરકાર દરમિયાન સોનિયા ગાંધી દ્વારા સંચાલિત નેશનલ એડવાઈઝરી કાઉન્સિલનો ભાગ હતા. જેમાં વધુ એક નામ જુલિયો રિબેરો પણ છે. જે હંમેશા પ્રધાનમંત્રી મોદી વિરુદ્ધ બોલતા રહે છે. હાલમાં જ આ પૂર્વ સિવિલ સર્વન્ટે દિલ્હી પોલીસને એક પત્ર પણ લખ્યો હતો જેમાં તેમણે દિલ્હી તોફાનોમાં પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે દિલ્હી પોલીસ ભાજપના લોકોનો બચાવ કરી રહી છે. 


આ ટૂલકિટમાં એક જગ્યાએ એવું પણ લખ્યું છે કે જે પણ હસ્તી પીએમ કેર્સ ફંડમાં પૈસા ડોનેટ કરે તેવા લોકોને સોશિયલ મીડિયા પર નિશાન બનાવવામાં આવે. આવું અનેકવાર થયું પણ ખરું. એટલે કે જે ટૂલકિટમાં લખ્યું હતું તે બધું થયું. 


તાજેતરમાં આઈપીએલ દરમિયાન ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ ખેલાડી Pat Cummins એ 50 હજાર ડોલર એટલેકે 38 લાખ રૂપિયા પીએમ કેર્સમાં દાન કર્યા તો સોશિયલ મીડિયા પર તેમને ટ્રોલ કરવામાં આવ્યા. કદાચ એ જ કારણ હતું કે થોડા દિવસ બાદ Pat Cummins એ પોતાનું ડોનેશન પીએમ કેર્સ ફંડમાંથી કાઢીને UNICEF Australia's India Covid Crisis Appeal નાખ્યું. 


જ્યારે સત્ય એ છે કે દેશના પહેલા તબક્કામાં 80 ટકા રસીનો ખર્ચ પીએમ કેર્સ ફંડમાંથી જ ઉઠાવવામાં આવ્યો હતો. એક મહત્વપૂર્ણ વાત એ છે કે જો દાન કરનારા લોકોને ટાર્ગેટ કરવામાં ન આવ્યા હોત તો આ પૈસા હજુ પણ વધી શકે તેમ હતા. 


ટૂલકિટનો વધુ એક પોઈન્ટ હતો કે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઘર તરીકે લોકો વચ્ચે સ્થાપિત કરવામાં આવે. એટલે કે લોકોને મોઢે ચઢાવી દેવાય કે નવા સંસદ ભવનનું નિર્માણ ફક્ત પ્રધાનમંત્રી માટે થઈ રહ્યું છે. 


નવું સંસદ ભવન મોદીનું અંગત ઘર બતાવો
આ ટૂલકિટ કહે છે કે દરેક પ્લેટફોર્મ પર એ જણાવવામાં આવે કે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ઘર છે. આ આરોપ આ ટૂલકિટમાં છે તદઉપરાંત કોર્ટમાં પણ તેના વિરુદ્ધ અપીલની વાત ટૂલકિટમાં લખી છે. જેવું લખ્યું તેવું થયું પણ ખરું. 69 પૂર્વ સિવિલ સર્વન્ટ્સે પ્રધાનમંત્રીને એક પત્ર લખીને આ પ્રોજેક્ટ રોકવાની અપીલ કરી હતી. રસપ્રદ વાત એ છે કે આ પત્રમાં પણ હર્ષ મંદર અને જૂલિયો રિબેરોના હસ્તાક્ષર હતા. 


PM Modi એ દેશના 46 DM સાથે કરી વાત, કોરોના વિરુદ્ધ 3 સૌથી મોટા હથિયાર વિશે જણાવ્યું


આ દસ્તાવેજ ભલે ગમે તે કહે પરંતુ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ આજના ભારતની જરૂરિયાત છે. હાલના સંસદ ભવનની લોકસભા બેઠક ફક્ત 552 છે. જ્યારે આવનારા સમયમાં લોકસભા સદસ્યોની સંખ્યા 800 સુધી જઈ શકે છે અને રાજ્ય સભાના સભ્યોની સંખ્યા પણ 350 ઉપર જઈ શકે છે. એટલેકે બંને સદનોમાં થઈ 1200 બેઠકોવાળા સંસદ ભવનની હાલ દેશને જરૂર છે. અને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ આ માંગણીને પૂરી કરે છે. 


દર 25 વર્ષે વધવી જોઈએ સાંસદની સંખ્યા
લોકસભા સભ્યોની સંખ્યા એટલા માટે વધારવાની જરૂર છે કારણ કે છેલ્લા 1976માં આવું થયું હતું. નિયમો મુજબ દર 25 વર્ષે લોકસભા સભ્યોની સંખ્યા વસ્તી પ્રમાણે વધવી જોઈએ. પરંતુ 1976 બાદ આજ સુધી એવું થયું નથી. વર્ષ 2001માં જ્યારે આ થવું જોઈતું હતું ત્યારે તે ટાળવામાં આવ્યું. હવે જ્યારે 2026માં આ થવું જોઈએ તો ફરી તેમાં અડચણ પેદા કરાઈ રહી છે. 


અહીં તમારે એ વાત યાદ રાખવાની છે કે જો વસ્તી પ્રમાણે લોકસભા બેઠકો  અને સભ્યો ન હોય તો લોકો સાથે અન્યાય થઈ શકે છે કારણ કે તેઓ પોતાના જનપ્રતિનિધિ ક્યારે પહોંચાડી શકે નહીં. ભાજપે કહ્યુંકે આ ટૂલકિટમાં એવું પણ લખ્યું છે કે કોરોના સંકટને સરકાર વિરુદ્ધ કેવી રીતે ઉપયોગમાં લેવાનું છે. 


Corona: એક સાથે દુનિયામાં આવ્યા અને કોરોનાના કારણે એક સાથે દુનિયાને કરી અલવિદા, કોરોનાથી નેગેટિવ થયા બાદ મોત


ટૂલકિટમાં ગુજરાત વિશે મોટી વાત
આ ટૂલકિટમાં ગુજરાતને લઈને પણ મોટી વાત કરાઈ છે. જેમાં લખ્યું છે કે લોકો વચ્ચે એવું જુઠ્ઠાણું ફેલાવવામાં આવે કે પ્રધાનમંત્રી કોરોના સંકટમાં ગુજરાતને વધુ પ્રાથમિકતા આપી રહ્યા છે. એટલેકે પ્રધાનમંત્રી મોદીને નુકસાન પહોંચાડવા માટે આ ટૂલકિટ સમગ્ર દેશમાં 6 કરોડ ગુજરાતીઓ વિરુદ્ધ પ્રતિકૂળ માહોલની વાત કરે છે. 


આ ઉપરાંત ટૂલકિટમાં લખ્યું છે કે લોકો વચ્ચે જુઠ્ઠાણું ફેલાવવું જોઈએ કે પ્રધાનમંત્રીએ સૌથી વધુ રસી ગુજરાતને આપી છે. જ્યારે આ સફેદ જૂઠ છે. સાચું તો એ છે કે સૌથી વધુ રસી ગુજરાતને નહીં પરંતુ મહારાષ્ટ્રને આપી છે. આ સૂચિમાં ગુજરાત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ બાદ ચોથા નંબરે છે. સમજવા જેવી વાત એ છે કે મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે અને કોંગ્રેસના સાશનવાળા રાજ્યોને જ સૌથી વધુ રસી મળી છે. 


વધુ વિગતો માટે જુઓ VIDEO


Tirupati Temple: દીપિકાની પાછળ ઉભેલા આ વ્યક્તિ વિશે થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો, PHOTOS જોઈને દંગ રહેશો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube