ક્યારે પણ પલાળીને ન વાપરો ટુથબ્રથ, થઇ શકે છે આટલું મોટુ નુકસાન...
જો ટુથબ્રશની યોગ્ય કેર કરવામાં ન આવે તો તે ઘરની ત્રીજી સૌથી ગંદી જગ્યા બની શકે છે જે સ્વાસ્થય માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે
અમદાવાદ : ટુથબ્રશ આપણા ડેઇલી રૂટનનો સૌથી મહત્વનો હિસ્સો છે. સંશોધકોનું કહેવું છે કે યોગ્ય રીતે સફાઇ ન કરવામાં આવે તો ટુથબ્રશ ઘરની ત્રીજી સૌથી ગંદી જગ્યા બની શકે છે. ગંદા ટુથબ્રશથી ડાયેરિયા અથવા સ્કિન ઇન્ફેક્શન પણ થઇ શકે છે. તેવામાં દાંતોને સ્વસ્થ રાખવામાં મહત્વની ભુમિકા ભજવતા ટુથબ્રશને પણ તંદુરસ્ત રાખવું ખુબ જ જરૂરી છે. તેને ક્યાં રાખવું, કઇ રીતે રાખવું વગેરે બાબતો સામાન્ય લાગી શકે છે પરંતુ તેના પર ધ્યાન આપવું ખુબ જ જરૂરી છે.
ટુથબ્રશને પહેલા પલાળવું નહી
મોટાભાગના લોકો દાંત સાફ કરતા પહેલા ટુથબ્રશને પાણીમાં પલાળતા હોય છે. જ્યારે આપણે બ્રશ કરતા પહેલા ટુથબ્રશની ભીનુ કરીએ છીએ તો ટુથબ્રશના તાર પાતળા થઇ જાય છે. તેનાથી દાંતોને બ્રશ કરવાની તેની ક્ષમતા ઘટી જાય છે. ડોક્ટર્સનું કહેવું છે કે એવું ન થવું જોઇએ કારણ કે તેનાથી ટુથબ્રશન પણ ખરાબ થાય છે અને દાંત પણ યોગ્ય રીતે સાફ થઇ શકતા નથી. ભીના બ્રશ પર ટુથપેસ્ટ લગાવવાથી પેસ્ટ ડાઇલ્યૂટ થઇ જાય છે જેના કારણે તેનો પ્રભાવ ઘટી જાય છે. માટે દાંતને સાફ કરતા પહેલા ટુથબ્રશને ભીનું ન કરો અને જરૂર હોય તો 1 સેકન્ડથી વધારે બ્રશને પાણીમાં ન રાખવું જોઇએ.
ટોઇલેટમાં બ્રશ ન રાખવું જોઇએ.
મોટે ભાગે બાથરૂમ નાના હોય છે. ઘણા ઘરોમાં ટોઇલેટ, ટુથબ્રશ અને સિંક ઘણા નજીક નજીક હોય છે. શૌચ બાદ ફ્લશ કરતા સમયે હવામાં જે જીવાણુઓ ઉડે છે તે ટુથબ્રશ સુધી પહોંચે છે. માટે પ્રયાસ કરો કે તમારૂ બ્રશ કમોડથી ઓછામાં ઓછું 2 ફુટના અંતરે રહે. ઉપરાંત ટુથબ્રશ હોલ્ડરને અઠવાડીયામાં ઓછામાં એછું બે વાર સાફ કરો. જેથી હોલ્ડરમાં રહેલા બેક્ટેરિયા તમારા બ્રશનમાં ન જાય.
ટુથબ્રશને બંધ ન કરો
આજકાલ બજારોમાં બ્રશ કરવાની સાથે બ્રિસલને ઢાંકીને રાખવા માટે બોક્સ મળે છે. જો કે બ્રશને બંધ રાખવું યોગ્ય નથી. તેનાથી તમારા બ્રશમાં કીટાણુ રહેવા લાગે છે. સાથે જે બ્રશનો ઉપયોગ કર્યા બાદ તેને ઉભુ મુકો. તેનાથી બ્રશમાં રહેલું પાણી નીચે નીતરી જશે અને બ્રશ એકદમ સુકુ થઇ જશે. જેના કારણે ભેજમાં પેદા થતા કિટાણુઓના વિકાસની શક્યતા ઘટી જાય છે.
તમામે પોતાના બ્રશ અલગ અલગ રાખવા
ક્યારે ભુલથી પણ બ્રશ એક સાથે ન રાખવા જોઇએ. મોટે ભાગે લોકો સમગ્ર પરિવારમાં બ્રશ એક સ્થળ પર મુકવામાં આવે છે. ડોક્ટર્સનું કહેવું છે કે તેના કારણે ટુથબ્રશના બેક્ટેરિયા સરળતાથી બીજા બ્રશમાં જતા રહે છે. એટલા માટે સૌના ટુથબ્રશ અલગ અલગ રાખે. બ્રશમાં એક બીજાને આંતરિક રીતે ન સ્પર્શવું જોઇએ, તે જરૂરી સુનિશ્ચિત કરે.
ટુથબ્રશની સફાઇ
અમેરિકન ડેન્ટલ એસોસિએશન અનુસાર 3 મહિના બાદ ટુથબ્રશન બદલી દેવું જોઇએ. તમે જ્યા સુધી ટુથબ્રશનો પ્રયોગ કરી રહો. તેની સફાઇનું પુરૂ ધ્યાન રાખો. જો બ્રશનાં રેશ ફેલ થઇ ગયા હોય તો તેને બદલી દેવું જોઇએ. ટુથબ્રથની ગંદકી તમારા દાંતોના સ્વાસ્થય સાથે હૃદયને પણ નુકસાન પહોંચાડી શકે છે. જો તમે કોઇ લાંબી બિમારી બાદ સારૂ થયું છે તો પોતાનું બ્રશ બદલી લો.
આ બાબતનું ખાસ ધ્યાન રાખો.
- બ્રશને હવામાં સુકવો, તેના કારણે તેમાં ફંગસ નહી લાગે
- બ્રશમાં જામ થયેલી ગંદકી સાફ કરવા માટે તેને ઉકળતા પાણીમાં 5 મિનિટ રાખો
- ટુથબ્રશનું માથુ ગ્લાસમાં નાથી તેમાં બેકિંગ સોડા અને થોડુ પાણી નાખીને તેને થોડો સમય પલળવા દો
- બે મિનિટ કરતા વધારે ટુથબ્રશ ન કરવું જોઇએ. તેનાથી દાંતોનું ઇનેમલ ખરાબ થઇ જાય છે.
- ટુથબ્રશ જમણી તરફથી ડાબી તરફન ન કરો. તેની સાચી પદ્ધતી ઉપરથી નીચે લઇ જવાની છે.
- બ્રશને કર્યા બાદ પેઢા પર આંગળીથી મસાજ જરૂર કરો. તેના કારણે પેઢા મજબુત થાય છે.