5 એપ્રિલના રોજ મીણબત્તી અથવા દીવો સળગાવતાં પહેલાં સરકારે લોકોને કરી આ ખાસ અપીલ
સરકારે શનિવારે લોકોને સચેત કર્યા કે રવિવારે વડાપ્રધાન નરેંદ્ર મોદી (PM Modi) ની અપીલ પર મીણબત્તી અથવા દિવો પ્રગટાવતાં પહેલાં આલ્કોહોલવાળા હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરે નહી કારણ કે તે જ્વલનશીલ હોય છે.
નવી દિલ્હી: સરકારે શનિવારે લોકોને સચેત કર્યા કે રવિવારે વડાપ્રધાન નરેંદ્ર મોદી (PM Modi) ની અપીલ પર મીણબત્તી અથવા દિવો પ્રગટાવતાં પહેલાં આલ્કોહોલવાળા હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરે નહી કારણ કે તે જ્વલનશીલ હોય છે. વડાપ્રધાન નરેંદ્ર મોદીએ શુક્રવારે લોકોને અપીલ કરી હતી કે પાંચ એપ્રિલના રોજ સામૂહિક એકજૂટતાનું પ્રદર્શન કરવા માટે રાત્રે નવ વાગ્યાને નવ મિનિટ માટે ઘરની લાઇટ બંધ કરો અને દીવો, મીણબત્તી અથવા પોતાના મોબાઇલ ફોનની ટોર્ચ ચાલુ કરો.
મોદીએ 11 મિનિટ માટે વીદિયો સંદેશમાં લોકોને ઘરમાં જ રહેવા અને ટોળુ એકઠું ન થવાની અપીલ કરી હતી. પીઆઇબીના પ્રધાન મહાનિર્દેશક કે એસ ધતવાલિયાએ એક મીડિયા બ્રીફિંગમાં કહ્યું, ''આવતીકાલે મીણબત્તી અથવા દિવો પ્રગટાવતાં પહેલાં કૃપિયા આલ્કોહોલ આધારિત હેન્ડ સેનેટાઇઝરોના ઉપયોગથી બચો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર