Jaya Kishori: જયા કિશોરીનું સાચું નામ તમે જાણો છો? લગ્ન માટે તેમણે મૂકી છે આ ખાસ શરત
Jaya Kishori Real Name: જયા કિશોરી દેશના પ્રભાવશાળી મોટીવેશ્નલ સ્પીકર અને કથાવાચકોમાંથી એક છે. તે તેમની સાદગી માટે પણ જાણીતી છે. જયા કિશોરીના લગ્નની ચર્ચાઓ અવારનવાર થતી રહે છે. આ વખતે તેમનુ નામ છતરપુર સ્થિત બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણક શાસ્ત્રી સાથે જોડવામાં આવ્યું છે. આ અફવા પર નારાજગી વ્યક્ત કરતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેને ખોટી ગણાવી છે.
Jaya Kishori Real Name: જયા કિશોરી દેશના પ્રભાવશાળી મોટીવેશ્નલ સ્પીકર અને કથાવાચકોમાંથી એક છે. તે તેમની સાદગી માટે પણ જાણીતી છે. જયા કિશોરીના લગ્નની ચર્ચાઓ અવારનવાર થતી રહે છે. આ વખતે તેમનુ નામ છતરપુર સ્થિત બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણક શાસ્ત્રી સાથે જોડવામાં આવ્યું છે. આ અફવા પર નારાજગી વ્યક્ત કરતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેને ખોટી ગણાવી છે. આ બધાની વચ્ચે સવાલ એ થાય છે કે લગ્ન વિશે જયા કિશોરીનો શું મંતવ્ય છે?
થોડા દિવસો પહેલા જયા કિશોરીએ એક ખાનગી ચેનલ આપેલા ઈન્ટરવ્યૂમાં પોતાના લગ્ન વિશે ઘણી વાતો જણાવી. સાથે જ લગ્નને લઈ એક શરત પણ રાખી હતી. તે ફક્ત તેને જ જીવન સાથી બનાવવાનું વિચારી શકે છે જે આ શરત પૂરી કરે છે.
જયા કિશોરી શરત એ છે કે જ્યાં તેમના લગ્ન થાય ત્યાં તેમના માતાપિતા પણ તેમની આસપાસ શિફ્ટ થઈ જાય. ખરેખર, જયા કિશોરી તેમના માતાપિતાને ખૂબ પ્રેમ કરે છે અને તેમનાથી દૂર રહેવા માગતા નથી. તેણે એમ પણ કહ્યું કે તે કોલકાતામાં લગ્ન કરે તો સારું રહેશે, કારણ કે માતાપિતા પણ ત્યા રહે છે.
જયા કિશોરીના સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. ફેસબુક પર 8 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, તો ટ્વીટર પર લગભગ 5 મિલિયન ફોલોઅર્સ છે. લોકો તેમના મોટીવેશનલ સ્પીચ સાંભળતા હોય છે.
18 વર્ષની ઉંમર પહેલા કરેલા લગ્ન રદ કરી શકાય નહીં, હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
હેવાન બન્યા માતા પિતા, સરકારી નોકરી માટે 5 મહિનાની પુત્રીનો જીવ લઈ લીધો
ઈન્ટ્રાનેઝલ વેક્સીન ક્યારે મળશે, ક્યાં મળશે અને કેટલી હશે કિંમત? તમામ માહિતી જાણો
જયા કિશોરીનો જન્મ જુલાઈ 1995માં રાજસ્થાનના સુજાનગઢમાં થયો હતો. તેમનું મૂળ નામ જયા શર્મા છે. લોકો તેમને 'કિશોરીજી'ના નામથી પણ ઓળખે છે. તેમના પિતાનું નામ શિવશંકર શર્મા છે. તેમની એક બહેન પણ છે, જેમનું નામ ચેતના શર્મા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જયા કિશોરી કરોડપતિ છે. તેમની પાસે 4થી 5 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમનું કામ કથા વાચન અને મોટીવેશનલ સ્પીચ આપવું છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube