ઝી મીડિયા/બ્યૂરો :આપણને સૌને આ ખબર છે કે, ભગવાન રામ (Lord Rama) સહિત ચાર ભાઈ હતા. પરંતુ શુ તમે એ જાણો છો કે, મર્યાદા પુરુષોત્તમ શ્રી રામને કોઈ બહેન હતી કે નહિ. તો આજે આપણે ભગવાન રામની બહેન વિશે જાણીએ. આચાર્ય મુદુલકાંત શાસ્ત્રીના માધ્યમથી આ વાત જાણીએ. વૃંદાવનના આચાર્ય મુદુલકાંત શાસ્ત્રી કહે છે કે, ભાગવત પુરાણમાં કથાની અંદર ભગવાન રામની બહેનનું વર્ણન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યારેય તમે હિમાચલ પ્રદેશમાં કુલ્લુથી લગભગ 50 કિલોમીટર દૂર દેવી શાંતાના મંદિરમાં ગયા છો. આ મંદિરમાં દેવી શાંતાની સાથે સાથે તેમના પતિ ઋષિ શ્રંગી પ્રતિમા પણ છે. દેવી શાંતા ભગવાન રામના બહેન હતા. 


આજના સૌથી મોટા સમાચાર : કેન્દ્ર સરકારે દુકાનો ખુલ્લી રાખવા આપી છૂટ, પણ શરતો લાગુ... 


દેવી શાંતાની આ કહાની છે કે, ત્રેતા યુગમાં રાજા રોમપદ અને રાજા દશરથ સારા મિત્ર હતા. રાજા રોમપદ અંગ દેશના રાજા હતા, અને દશરથ અયોધ્યાના રાજા. રોમપદના પત્ની વર્ષિની હંમેશા સંતાન ન હોવાને કારણે દુખી રહેતા હતા. એકવાર રાજા રોમપદ, વર્ષિની અને દશરથ બેસ્યા હતા, ત્યારે રોમપદના મોઢામાંથી સંતાનની વાત સાંભળીને રાજા દશરથે તેમને વચન આપ્યું હતું કે, મારું જે પણ સંતાન થશે તેને હું તારા ખોળામાં મૂકી દઈશે. જ્યારે સંતાનનો સમય આવ્યો ત્યારે તેમનુ પહેલુ સંતાન શાંતાના સ્વરૂપમાં આવ્યું. વચન અનુસાર રાજાએ શાંતાને રોમપદ અને વર્ષિનીને સોંપી દીધી હતી. 


શાંતા મોટી થઈ તો તેના લગ્નની ચિંતા થઈ આવી. અંગ દેશમાં તે સમયે વરસાદ થઈ રહ્યો ન હતો. દુકાળ પડ્યો હતો. વરસાદ માટે યજ્ઞ કરવાનો હતો, પરંતુ ત્યારે નક્કી થયું કે, યુવા ઋષિ શ્રંગ યજ્ઞ કરશે. ઋષિ શ્રંગ વિભંડક અને દેવી ઉર્વશીના પુત્ર હતા. દેવી ઉર્વશી સ્વર્ગની  અપ્સરા તરીકે પ્રખ્યાત હતા. ઋષિ શ્રંગમાં અથાગ આધ્યાત્મિકતાની ક્ષમતા હતા. યજ્ઞ થયો અને સફળ પણ થયો. વરસાદ પડ્યા બાદ ઋષિ શ્રઁગ અને દેવી શાંતાના લગ્ન થયા હતા. 


જે દેશે વાયરસ આપ્યો, એ જ દેશમાંથી મંગાવેલી કોરોના ટેસ્ટ કિટ ખરાબ નીકળી, આપ્યો આવો જવાબ....
 
તો બીજી તરફ રાવણને માલૂમ પડ્યું કે, તેનુ મૃત્યુનું કારણ દશરથના પુત્ર બનશે. રાવણ જ્યોતિષ હતો. આધ્યાત્મક હતો, પરંતુ રાક્ષસ કુલનો હતો. રાવણે પોતાના તપોબળથી એવુ વરદાન મેળવ્યું કે રાજા દશરથને કોઈ સંતાન નહિ થાય. તેના બાદ રાજા દશરથ ચિંતિત થવા લાગ્યા, કોઈ ઉપાય મળી રહ્યો ન હતો.


મહર્ષિ વશિષ્ઠે ત્યારે ઋષિ શ્રંગને બોલાવ્યા હતા. રાજા દશરથને સંતાન પ્રાપ્તિ માટે કામેષ્ટિ યજ્ઞ કરવાનો હતો. યજ્ઞ એવા ઋષિને કરવાનો હતો, જેને ક્યારેય બીજાના ઘરમાં ખાવાનુ ખાધુ ન હોય. ક્યારેય પાણી પીધુ ન હોય. તેથી ઋષિ શ્રંગને બોલાવવામાં આવ્યા. ઋષિ શ્રઁગે યજ્ઞ કર્યા બાદ ખીરનો પ્રસાદ રાજા દશરથને આપ્યો હતો. ખીર રાણીઓને પણ ખવડાવવામાં આવી હતી. 


યજ્ઞ અને ખીરના પ્રભાવથી રાવણના વરદાનને કારણે સંતાન  ઉત્પત્તિની જે સમસ્યા નડી રહી હતી, તે દૂર થઈ. તેના બાદ માતા કૌશલ્યાના ગર્ભથી પ્રભુ શ્રીરામનો જન્મ થયો. થોડા સમય બાદ માતા કૌશલ્યાએ તેમને જણાવ્યું હતું કે, તેઓને એક બહેન શાંતા પણ છે. 


આચાર્ય મુદુલકાંત શાસ્ત્રી જણાવે છે કે, સંસ્કૃતની અદ્દુત રામાયણમાં શાંતા દેવીની વાત કરવામાં આવી છે. ઋષિ શ્રંગ વિશે પણ જણાવવામાં આવ્યું છે. 


તેમાં કહેવાયું છે કે....
अङ्ग राजेन सख्यम् च तस्य राज्ञो भविष्यति।
कन्या च अस्य महाभागा शांता नाम भविष्यति।। 
अन्त:पुरं प्रविश्यास्मै कन्यां दत्त्वा यथाविधि।
शान्तां शान्तेन मनसा राजा हर्षमवाप स:।


હાલ અયોધ્યાથી અંદાજે 40 કિલોમીટર દૂર ઋષિ શ્રંગનું આશ્રમ આવેલું છે. જે પ્રાચીન કાળથી હોવાનું કહેવાય છે. દક્ષિણ ભારતના કેટલાક રામાયણમાં તેનો ઉલ્લેખ પણ કરાયેલો છે. ભારતના અલગ અલગ ભાગમાં રામાયણના 300 થી વધુ વર્ઝન સામે આવે છે. જોકે, રામચરિતમાનસમાં રામ ભગવાનની બહેનનો કોઈ ઉલ્લેખ નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર