Viral Video: આજના જમાનામાં સોશિયલ મીડિયા એમાંપણ ખાસ કરીને રીલ્સ જોવાનો ચસકો દરેકને લાગી ગયો છે. જ્યારે પણ આપણે કંટાળીએ છીએ ત્યારે મોબાઇલમાં રીલ્સ જોઇને માઇન્ડ ફ્રેશ થઇ જાય છે. ઘણા એવા ઇન્ફ્લુએન્સર છે જેમના વિડીયો ખૂબ વાયરલ થઇ જાય છે. જે રાતો રાત ફેમસ થઇ જાય છે. તાજેતરમાં જ એવી એક છોકરીનો વિડીયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જે વિશ્વભરના ઇન્ટરનેટ યૂઝર્સને ઘેલા કરી દીધા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર કોમલ કીટકેટ નામના એકાઉન્ટ પરથી એક વિડીયો પોસ્ટમાં કરવામાં આવ્યો હતો. જેમાં બેક ગ્રાઉન્ડમાં વિશ્વાત્મા ફિલ્મનું ખૂબ જ ફેમસ ગીત સાત સમુંદર પાર મેં તેરે પીછે પીછે આ ગઇ... ગીત વાગી રહ્યું છે. અને આ ગીત પર એક છોકરી માત્ર પોતાના એક્સપ્રેશન આપી રહી છે. આ એક્સપ્રેશન એટલા જોરદાર હતા કે દુનિયાભરના ઇન્ટરનેટ યૂઝર્સ વારંવાર આ રીલ્સને જોઇ રહ્યા છે. ચોતરફ આ રીલ્સની જ ચર્ચા ચાલી રહી છે. 


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by @_naughtysquad_


જેમાં એક વર્ગ એવો પણ છે આ ગીત પર આપેલા એક્સપ્રેશનને લઇને ટીકા કરી રહ્યો છે. તો બીજી તરફ એક વર્ગ તેના એક્સપ્રેશનની પ્રશંસા કરી રહ્યો છે. થોડા સમય પહેલાં પ્રિયા પ્રકાશ વોરિયરનો આંખના એક્સપ્રેશનનો સીન ખૂબ વાયરલ થઇ ગયો હતો. જેને લીધે તે રાતોરાત હેડલાઇન્સમાં છવાઇ ગઇ હતી. એ જ રીતે કોમલ કીટકેટ પણ હાલ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. 


તાજેતરમાં જ @komal_kitkat ના એકાઉન્ટ પરથી આ જ વિડીયો ક્લિપ ન્યૂયોર્ક ટાઇમ્સ સ્ક્વેર પર મોટા પડદે ચાલી રહી હોવાનો વિડીયો શેર કરવામાં આવ્યો છે. જેનાથી અંદાજો લગાવી શકાય કે આ વીડિયો કેટલો વાયરલ થઇ રહ્યો છે અને લોકોને કેટલી ગમી રહ્યો છે. આ વીડિયો 1 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.  અત્રે ઉલ્લેખનીય છે કે કોમલ કીટકેટના વિડીયો અલગ અલગ એકાઉન્ટ પરથી વાયરલ થઇ રહ્યા છે. 


Good Luck Tips: ઓશિકાની નીચે આ વસ્તુઓ રાખીને ઉંઘશો તો ચમકી જશે કિસ્મત, નોકરીનું વિઘ્ન થશે દૂર
Skin Care Mistakes: 5 મોટી ભૂલો જેનાથી છિનવાઇ જાય છે ચહેરાની રંગત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube