મા લક્ષ્મીજીને ઘરમાં કાયમ સ્થાયી કરવા માટે આજે જ અપનાવો ખાસ ઉપાય, આ આદતોથી રહો દૂર
જીવનમાં કેટલાક લોકો કેટલીક એવી આદતો અપનાવી લે છે જેના કારણે તેને અપાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે ગરુડ પુરાણમાં આવી જ કેટલીક ખરાબ આદતોનું વર્ણન કરાયું છે.
નવી દિલ્હી: ગરુણ પુરાણમાં ભગવાન વિષ્ણુના મહિલા મંડલનું વર્ણન કરાયું છે. સાથે જ તેમની ભક્તિને લઈ વિસ્તારથી કહેવામાં આવ્યું છે. ગરુડ પુરાણમાં જીવન અને મૃત્યુના રહસ્યોને વિસ્તાર વર્ણવવામાં આવ્યા છે. તેમાં સફળ અને સુખદ જીવનના અનેક ઉપાય પણ જણાવાયા છે. જીવનમાં કેટલાક લોકો કેટલીક એવી આદતો અપનાવી લે છે જેના કારણે તેને અપાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે ગરુડ પુરાણમાં આવી જ કેટલીક ખરાબ આદતોનું વર્ણન કરાયું છે. તેમાં ભગવાન કેવી આદતોથી નારાજ થાય છે તેને લઈ કહેવાયું છે. ત્યારે આવો જાણીએ કે વ્યક્તિએ કેવી ખરાબ આદતોથી દૂર રહેવું જોઈએ. ગરુડ પુરાણના કયા ઉપાયોથી ધનવૈભવની પ્રાપ્તી થશે?.
1- બીજાના આનંદની ન કરો ઈર્ષા
કેટલાક લોકો એવા હોય છે કે જેમની બીજાની ખુશીની ઈર્ષા થાય છે. ગરુડ પુરાણ મુજબ આવા લોકોની આ ઈર્ષા તેમને અંદરો અંદર જ ખોખલા બનાવી દે છે. તેથી કોઈ પણ વ્યક્તિએ બીજાની ખુશી જોઈએને ક્યારેય બળતરા ન કરવી જોઈએ.
2- સ્વચ્છતાનું રાખો ધ્યાન
ગરુડ પુરાણ મુજબ મા લક્ષ્મીનો વાસ તે જ સ્થાને હોય છે જ્યાં સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવામાં આવતું હોય. સાથે જ જે લોકો ખરાબ અને ગંદા કપડા પહેરે છે તેમની પાસે મા લક્ષ્મીજી ક્યારેય નથી આવતા, ન તો ક્યારેય તેમની પાસે લક્ષ્મીજી ટકે છે. આવુ લોકોનું સંપૂર્ણ જીવન દર્દીતામાંથી પસાર થાય છે. તેથી હંમેશા સાફ-સફાઈ પર ધ્યાન રાખવું જોઈએ.
3- ધનના અહંકારથી રહો દૂર
રૂપિયા જીવન નિર્વાહ કરવા માટે જરૂરી છે પરંતુ રૂપિયા જ બધુ છે તેવું ન માની લેવું જોઈએ. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જો ધન આવે તો વ્યક્તિએ ક્યારેય તેનું અભિમાન ન કરવું જોઈએ. વૈભવના અહંકારમાં વ્યક્તિ જાણે અજાણે બીજાનું અપમાન કરે છે. જેનાથી તેને સમાજનું પણ અપમાન ઝેલવાનો વારો આવે છે. આવા લોકો પાસેથી ધનના દેવી માતા લક્ષ્મીજી જતા રહે છે.
4- રાત્રે દહીં ખાવાથી બચો
ગરુડ પુરાણમાં ભોજનના પણ નિયમો બતાવવામાં આવ્યા છે. ગરુડ પુરાણ મુજબ દહીંનું સેવન આરોગ્ય માટે સારુ છે. પરંતુ તેને રાત્રે ખાવાથી બચવું જોઈએ. રાતના સમયે દહીં ખાવાથી શરીરમાં એસિડની માત્રા વધી જાય છે અને તેના કારણે સારી ઉંઘ નથી આવતી અને બેચેની વધવા લાગે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારીત છે. ZEE 24 કલાકની પુષ્ટી નથી કરતું)