અજબ ડોક્ટરની ગજબ કહાનીઃ યુવકોને પેટમાં દુખ્યું તો લખી આપ્યો પ્રેગનન્સી ટેસ્ટ!!!
સરકારી હોસ્પિટલના ડોક્ટર મુકેશ કુમારે ગોપાલ ગંઝુ અને કામેશ્વર જાનુ નામના બે યુવાનોને પ્રેગનન્સી ટેસ્ટ ઉપરાંત HIV અને હિમોગ્લોબિન ટેસ્ટ કરાવવા પણ કહ્યું હતું.
રાંચીઃ ઝારખંડના એક ડોક્ટરે ચતરા જિલ્લાના બે યુવાનોને પેટમાં દુખાવો થતાં પ્રેગનન્સી ટેસ્ટ કરાવાની સલાહ આપી દીધી હતી. સરકારી હોસ્પિટલના ડોક્ટર મુકેશ કુમારે ગોપાલ ગંઝુ અને કામેશ્વર જાનુ નામના બે યુવાનોને પ્રેગનન્સી ટેસ્ટ ઉપરાંત HIV અને હિમોગ્લોબિન ટેસ્ટ કરાવવા પણ કહ્યું હતું.
ત્યાર પછી આ બંને યુવાનોને ડોક્ટર સામે ચતરા જિલ્લાના સિવિલ સર્જન અરૂણ કુમાર પાસવાનને ફરિયાદ કરી હતી. આ અંગે પાસવાને પત્રકારોને જણાવ્યું કે, સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપી દેવાયા છે. જોકે, અરૂણ કુમારે આ આરોપોને ખોટા જણાવ્યા છે.
મૃત નવજાતને દફનાવવા ખોદ્યો ખાડો તો અંદરથી જીવતી નવજાત બાળકી મળી!!!
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ આવી જ એક વિચિત્ર ઘટના જુલાઈ મહિનામાં સિંહભૂમ જિલ્લામાં પણ જોવા મળી હતી. અહીંના ડોક્ટર પાસે જ્યારે એક મહિલા પેટમાં દુખાવાની ફરિયાદ લઈને પહોંચી તો ડોક્ટરે મહિલાને કોન્ડમનો પ્રયોગ કરવાનું પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું હતું. મહિલા અભણ હતી. તે જ્યારે મેડિકલ સ્ટોરમાં પ્રિસ્ક્રિપ્શન લઈને દવા લેવા પહોંચી તો તેને ખબર પડી કે ડોક્ટરે તો કોન્ડમ લખી આપ્યું છું.
જુઓ LIVE TV...