નવી દિલ્હી: દિલ્હી હાઇકોર્ટ (Delhi High Court)એ મંગળવારે (8 સપ્ટેમ્બર)ને એક ચૂકાદો સંભળાવ્યો જેમાં તેણે કહ્યું કે રાજધાની દિલ્હીમાં કોવિડ 19 (Corona Virus) ની આરટી/પીસીઆર ટેસ્ટ (RT/PCR test) ના માટે ડોક્ટર્સ દ્વારા લખવામાં આવેલી પ્રિસ્ક્રિપ્શન (Prescription) અનિવાર્ય નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી અનુસાર તમને જણાવી દઇએ કે અત્યાર સુધી કોઇ વ્યક્તિને કોઇના તપાસ કરાવવા માટે ડોક્ટરના (પ્રિસ્ક્રિપ્શન) અથવા પછી કોરોનાના લક્ષણોનું હોવું અનિવાર્ય હતું હવે એવું નથી. હાઇકોર્ટે આ ચૂકાદો સંભળાવ્યો છે જ્યારે દેશભરના લોકો કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યા છે. 


હાઇકોર્ટમાં જસ્ટિસ હેમા કોહલી અને ન્યાયમૂર્તિ સુબ્રમણ્યમ પ્રસાદની પીઠએ ચૂકાદામાં જણાવ્યું હતું કે મહામારીની તપાસ માટે લોકોને દિલ્હીના એડ્રેસ માટે (address proof) આધાર કાર્ડ (Aadhaar card)ને સાથે લઇ જવું જરૂરી હશે. આ ઉપરાંત લોકોને કોવિડ 19 ટેસ્ટ માટે ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (Indian Council of Medical Research) દ્વારા નિર્ધારિત ફોર્મ ભરવામાં જરૂર પડશે. 


સંબંધિત કેસને લઇને કોર્ટે કહ્યું કે દિલ્હીમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. એવામાં ખાનગી લેબોરેટૅરીને દરરોજ એવા 2,000 લોકોના કોવિડ 19 (COVID-19) ટેસ્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે, જે સ્વેચ્છાથી સ્ક્રીનિંગ (voluntarily screening)માંથી પસાર થવા માંગો છે. તમને જણાવી દઇએ કે રાજધાનીમાં દરરોજ લગભગ 12,000 ટેસ્ટ થાય છે.


તમને જણાવી દઇએ કે જો રાજધાનીના કોરોના કેસની વાત કરીએ તો 1,93,526 કુલ કોરોના કેસ છે જેમાં 1,68,384 લોકો સાજા થઇને પોતાના ઘરે જઇ ચૂક્યા છે જ્યારે 20,543 કેસ હજુ પણ એક્ટિવ છે. તો બીજી તરફ 4,599 લોકોની મહામારી મોત થઇ ચૂક્યા છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube