કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા ગતિરોધને દૂર થવાના અણસાર શનિવાર રાત્રે જોવા મળ્યા. જ્યારે આંદોલન કરી રહેલા ડોક્ટરોએ કહ્યું ક, તેઓ આ પ્રદર્શન સમાપ્ત કરવા માટે મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે વાટાઘાટો કરવા તૈયાર છે. પરંતુ મીટિંગની જગ્યાએ તેઓ પછીથી નક્કી કરશે. આ અગાઉ સાંજે તેમણે બેનરજી સાથે રાજ્ય સચિવાલયમાં બેઠકની ઓફરને નકારી કાઢી હતી. અને તેના બદલે તેમણે ગતિરોધને ઉકેલવા વિશે ખુલ્લી ચર્ચાઓ માટે તેમને એનઆરએસ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં આવવા કહ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: Live: અયોધ્યા પહોંચ્યા ઉદ્ધવ ઠાકરે, 18 સાંસદો સાથે કરશે રામલલાના દર્શન


શનિવારે રાત્રે, જુનિયર ડોકટરોના સંયુક્ત મંચે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી. ફોરમના પ્રવક્તાએ કહ્યું, "અમે હંમેશાં વાત કરવા તૈયાર છીએ. જો મુખ્યમંત્રી એક હાથ આગળ વધારશે, તો અમે અમારા 10 હાથ આગળ વધારીશું. અમે આ સ્ટેલેમેટના અંતની રાહ જોઈ રહ્યા છીએ. પ્રદર્શન કરતા ડોક્ટરોએ કહ્યું કે તેઓ મીટિંગ માટે સૂચિત સ્થાનની ચર્ચા કરવા માટે તેમના સંગઠનના નિર્ણયની રાહ જોશે.


વધુમાં વાંચો: AN-32 દુર્ઘટના સ્થળ પર ખરાબ વાતાવરણ કારણે બચાવ અભિયાન અટક્યું


બેકફૂટ પર મમતા, ડોક્ટરોથી કામ પર પરત ફરવા કરી અપીલ
આ દરમિયાન, ડોકટરોની હડતાળથી ઘેરાયેલી મમતા બેનરજીએ તેમના વલણને નરમ કરી ડોક્ટરોને કામ પર પાછા ફરવાની અપીલ કરી છે. તેમણે શનિવારના પ્રેસ કોનફરન્સ કરી કહ્યું, સરકારે ડોક્ટરોની બધી માગ માની લીધી છે. કોઇ માગ રહી ગઇ છે તો તેના પર વિચાર થશે. જો ડોક્ટર તેમની સાથે વાત નહી કરવા ઇચ્છતા તો રાજ્યપાલ અથવા મુખ્ય સચિવથી વાત કરી શકે છે. સરકાર શાંતિપૂર્ણ સમાધાન ઇચ્છે છે.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...