નવી દિલ્હી: 2017માં ચીન સાથે ડોકલામમાં 72 દિવસ સુધી ચાલેલી અથડામણૅ બાદથી જ ચીને વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)થી લગતા પોતાના એરબેસને મજબૂત કરવાનું શરૂ કરી દીધું છે. ચીનની સેનાએ લદ્દાખના પૈંગોગ ત્સોથી ફક્ત 200 કિલોમીટર દૂર નગરી ગુંસા એરપોર્ટ (Ngari Gunsa) પર ફાઇટર જેટ્સની તૈનાતી શરૂ કરી દીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીન સાથે જોડાયેલા જાણકારોનું માનવું છે કે નોર્ધર્ન, સેન્ટ્રલ અને ઇસ્ટર્ન સેક્ટરમાં કુલ મળીને 14 એરફીલ્ડ છે. અત્યારે તાજેતરમાં જ US Air Force’s China Aerospace Studies Institute (CASI) એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ચીને નગરી ગુંસા એરપોર્ટ ઉપરાંત શિનજિયાંગના હોતન એરબેસ પર 36 એરક્રાફ્ટ તૈનાત કર્યા છે. જેમાં 24ની સંખ્યામાં J-11 , 6 J-8  ફાયટર , બે Y-8G ટ્રાંસપોર્ટ એરક્રાફ્ટ, બે  KJ-500 એરબોર્ન અર્લી વોર્નિંગ એરક્રાફ્ટ, બે MI-17 હેલિકોપ્ટર અને CH-4 ડ્રોન છે. જાણકારોના અનુસાર ચીનના હોતન, યરકાન્ત અને કાશગર એર બેસ લદ્દાખની નજીક છે અને યુદ્ધ દરમિયાન ચીન તેનો ઉપયોગ ભારત વિરૂદ્ધ કરી શકે છે.  


આ વર્ષે હોર્વર્ડ કૈનેડી સ્કૂલ બેલ્ફેર સેન્ટર ફોર સાયન્સ એન્ડ ઇન્ટરનેશન અફેયર્સ (Howard Kennedy School's Belfer Center for Science and International Affairs)એ એક રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટ અનુસાર 'ભારતીય સીમા ક્ષેત્રો પાઅસે સૌથી મહત્વપૂર્ણ PLAAF ફોરવર્ડ એરપોર્ટ અને હવાઇ ક્ષેત્ર- જે લડાકૂ અભિયાનોમાં મહત્વપૂર્ણ હશે. હોટન, લ્હાસા, ગોંગસર, નગરી-ગુનાસા અને જિગજે પર સ્થિત છે. જ્યાં ચીનના ફાયટર જેટ્સ તૈનાત છે. જેના દાયરામાં ભારતના કાશ્મીર, ઉત્તરી ભારત અને ઉત્તર-પૂર્વ ભારતના અડ્ડા છે. 


Ngari-Gunsa અને Xigaze ના એરબેસ પર બ્લાસ્ટ ઓએસ નથી. એવામાં જવાબી કાર્યવાહી દરમિયાન ભારતીય એરફોર્સ ચીનના આ એરબેસ પર તૈનાત ફાઇટર જેટ્સને નષ્ટ કરી શકે છે. લ્હાસા એરબેસ પર ચીને તાજેતરમાં જ 36 વિમાનો સુધીની સુરક્ષા માટે કઠોર બ્લાસ્ટ પેનને તૈયાર કર્યા છે. ચીન પાસે કુલ 2100 ફાયટર જેટ્સ છે. જેમાં  -10, J-11 અને SU-27 જેવા જેટ્સ છે.  


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube