પત્નીને આ 2 શબ્દો ભૂલેચૂકે ન બોલતા, આ પતિને તો હવે આપવું પડશે 3 કરોડ રૂપિયાનું માતબાર વળતર
હાઈકોર્ટે નીચલી કોર્ટના એ આદેશને યથાવત રાખ્યો છે જેમાં અલગ રહેતી પત્નીને 3 કરોડ રૂપિયાનું વળતર આપવાનો નિર્દેશ અપાયો છે.
અમેરિકામાં રહેતી એક વ્યક્તિને પત્નીને સેકન્ડ હેન્ડ કહેવું ભારે પડી ગયું. ડિવોર્સની અરજી ફગાવતા બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે ઘરેલુ હિંસા એવી મહિલાના આત્મસન્માનને પ્રભાવિત કરે છે જેને હનીમૂન પર 'સેકન્ડ હેન્ડ' કહેવામાં આવ્યું અને તેના પતિ દ્વારા તેની સાથે મારપીટ થઈ હોય. આ સાથે જ હાઈકોર્ટે નીચલી કોર્ટના એ આદેશને યથાવત રાખ્યો છે જેમાં અલગ રહેતી પત્નીને 3 કરોડ રૂપિયાનું વળતર આપવાનો નિર્દેશ અપાયો છે.
વાત જાણે એમ છે કે પતિ અને પત્ની અમેરિકાના નાગરિક છે અને તેમના લગ્ન 3 જાન્યુઆરી 1994ના રોજ મુંબઈમાં થયા હતા. એક અન્ય લગ્ન અમેરિકામાં પણ થયા હતા. પરંતુ 2005-06ની આજુબાજુ તેઓ મુંબઈ આવી ગયા અને એક ઘરમાં રહેવા લાગ્યા. પત્નીએ પણ મુંબઈમાં નોકરી કરી અને ત્યારબાદ માતાના ઘરે જતી રહી. 2014-15ની આજુબાજુ પતિ પાછો અમેરિકા જતો રહ્યો અને 2017માં તેણે ત્યાંની કોર્ટમાં ડિવોર્સ માટે કેસ ફાઈલ કર્યો અને પત્નીને સમન મોકલવામાં આવ્યો. તે વર્ષે પત્નીએ મુંબઈમાં મેજિસ્ટ્રેટ કોર્ટમાં ઘરેલુ હિંસા અધિનિયમ હેઠળ એક અરજી દાખલ કરી. 2018માં અમેરિકાની એકકોર્ટે કપલને તલાક આપી દીધા.
પત્નીનો મામલો એ હતો કે નેપાળમાં હનીમૂન વખતે પતિએ તેને સેકન્ડ હેન્ડ કહીને હેરાન કરી હતી કારણ કે તેની પહેલાની સગાઈ તૂટી ગઈ હતી. ત્યારબાદ અમેરિકામાં પત્નીએ આરોપ લગાવ્યો કે તેની સાથે શારીરિક અને ભાવનાત્મક શોષણ કરવામાં આવ્યું. પતિએ તેના ચરિત્ર પર કિચડ ઉછાળ્યું અને અન્ય પુરુષો સાથે ગેરકાયદેસર સંબંધ રાખવાનો આરોપ લગાવ્યો. કથિત રીતે પતિએ તેને રાતે ત્યાં સુધી સૂવા ન દીધી જ્યાં સુધી તેણે લગ્નેત્તર સંબંધ અને વ્યાભિતારી સંબંધ હોવાની વાત કબૂલી નહીં.
1999માં પત્ની સાથે મારપીટ
નવેમ્બર 1999માં પતિએ કથિત રીતે તેને એટલી નિર્દયતાથી મારી કે અવાજ સાંભળીને પાડોશીઓએ સ્થાનિક પોલીસને પણ બોલાવી હતી અને તેને ઘરેલુ હિંસાના આરોપમાં ધરપકડ કરાયો હતો. પત્નીએ કહ્યું કે તેણે પોલીસને ફરિયાદ નહતી કરી જો કે પોલીસે તેના ચહેરા પર ઈજાના નિશાન જોયા અને મામલો ગંભીરતાથી લ ીધો અને તેના ભાઈની અરજી બાદ તેને જામીન આપવામાં આવ્યા.
મહિલાનો એવો પણ આરોપ છે કે પતિએ 2008માં ઓશીકાથી મોઢું દબાવીને મારવાની કોશિશ કરી હતી અને ત્યારબાદ તે તેના પિયરે જતી રહી હતી. તેણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે પતિએ લગ્ન દરમિયાન બીજી મહિલા સાથે લગ્ન પણ કરી લીધા. પતિએ આ દલીલોનો વિરોધ કર્યો હતો. પરંતુ કોર્ટે પતિની દલીલોને ફગાવી દીધી. બીજી બાજુ પત્નીની માતા ભાઈ અને કાકાએ તેને સમર્થન આપતા કોર્ટમાં જુબાની આપી હતી. 2023માં મેજિસ્ટ્રેટે એક આદેશ પાસ કર્યો અને કહેવાયું કે મહિલા ઘરેલુ હિંસાનો ભોગ બની હતી જ્યારે ટ્રાયલ કોર્ટે પત્નીને મુંબઈમાં કપલના જોઈન્ટ માલિકીવાળા ફ્લેટનો ઉપયોગ કરવાની મંજૂરીઆપવાની ના પાડી હતી, કોર્ટે પતિને તેના રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની કે ઘરને ભાડે લેવાની તથા દર મહિને 75000 રૂપિયા ચૂકવવાનો આદેશઆપ્યો હતો.
2017માં કોર્ટે આપ્યો આ આદેશ
કોર્ટે પતિને 2017માં ભરણ પોષણ તરીકે પત્નીને 15000 રૂપિયા દર મહિને અને બે મહિનાની અંદર વળતર તરીકે 3 કરોડ રૂપિયા આપવાનો આદેશ આપ્યો હતો. 50 હજાર રૂપિયાનો ખર્ચ પણ પતિએ આપવો પડ્યો. ત્યારબાદ પતિએ નીચલી કોર્ટના આદેશને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. જે ફગાવી દેવાયો. ત્યારબાદ તેણે હાઈકોર્ટમાં ઘા નાખી પરંતુ હાઈકોર્ટે 3 કરોડ રૂપિયાના વળતરને યથાવતા રાખ્યું. કોર્ટે કહ્યું કે ઘરેલુ હિંસાના કૃત્યએ પત્નીના આત્મસન્માનને પ્રભાવિત કર્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube