ગધેડીના દૂધની ડેરી, ભાવ 1 લિટરના 7000 રૂપિયા..., તેના ફાયદા જાણીને તરત લેવા દોડશો
ભારતમાં અનેક દૂધાળા પશુઓનું પાલન કરવામાં આવે છે. જેમાં ગાય, ભેંસ કે બકરી સામેલ છે. આમ તો અત્યાર સુધી તમે મોટાભાગે ગાય, ભેંસ, બકરી કે વધુમાં વધુ ઊંટડીના દૂધનું સેવન કર્યું હશે કે સાંભળ્યું હશે. પરંતુ દેશમાં પહેલીવાર કઈંક એવું થવા જઈ રહ્યું છે કે જે તમને અચંબિત કરી મૂકશે. આજ સુધી તમે ગાય કે ભેંસના દૂધની ડેરી જોઈ હશે પરંતુ બહુ જલદી હવે ગધેડીના દૂધ (Donkey Milk) ની પણ ડેરી ખુલવાની છે.
નવી દિલ્હી: ભારતમાં અનેક દૂધાળા પશુઓનું પાલન કરવામાં આવે છે. જેમાં ગાય, ભેંસ કે બકરી સામેલ છે. આમ તો અત્યાર સુધી તમે મોટાભાગે ગાય, ભેંસ, બકરી કે વધુમાં વધુ ઊંટડીના દૂધનું સેવન કર્યું હશે કે સાંભળ્યું હશે. પરંતુ દેશમાં પહેલીવાર કઈંક એવું થવા જઈ રહ્યું છે કે જે તમને અચંબિત કરી મૂકશે. આજ સુધી તમે ગાય કે ભેંસના દૂધની ડેરી જોઈ હશે પરંતુ બહુ જલદી હવે ગધેડીના દૂધ (Donkey Milk) ની પણ ડેરી ખુલવાની છે.
દેશમાં રાષ્ટ્રીય અશ્વ અનુસંધાન કેન્દ્ર (NRCE) હિસારમાં ગધેડીના દૂધની ડેરી ખુલવા જઈ રહી છે. NRCE હિસારમાં હલારી નસ્લની ગધેડીના દૂધની ડેરી ખુલવાની છે જેના માટે એનઆરસીઈએ 10 હલારી નસ્લની ગધેડીઓને પહેલેથી મંગાવી લીધી છે. હાલ તેનું બ્રિડિંગ થઈ રહ્યું છે.
ગધેડીને અત્યાર સુધી તમે મજાકનું પાત્ર સમજતા હતાં પરંતુ હવે તમારે ખરેખર તમારા વિચાર બદલવાની જરૂર છે. કારણ કે ગધેડીનું દૂધ માણસો માટે ખુબ ફાયદાકારક હોય છે આ ઉપરાંત તે શરીરની ઈમ્યુન સિસ્ટમ ઠીક કરવામાં પણ ખુબ મોટી ભૂમિકા ભજવે છે.
COVID-19: કોરોના પર આવ્યા સારા સમાચાર!, સ્વાસ્થ્ય મંત્રાલયે ટ્વિટ કરીને આપ્યું આ નિવેદન
હલારી નસ્લની ખાસિયત
આ પ્રજાતિ ગુજરાતમાં મળી આવે છે. જેના દૂધને દવાનો ખજાનો ગણવામાં આવે છે. હલારી પ્રજાતિની ગધેડીમાં કેન્સર, મોટાપો, એલર્જી જેવી બીમારીઓ સામે લડવાની પુષ્કળ ક્ષમતા હોય છે.
બાળકોને ગધેડીના દૂધથી નથી થતી એલર્જી
અનેકવાર ગાય કે ભેંસના દૂધથી નાના બાળકોને એલર્જી થાય છે પરંતુ હલારી પ્રજાતિની ગધેડીના દૂધથી ક્યારેય એલર્જી થતી નથી. ગધેડીના દૂધમાં એન્ટી ઓક્સિડન્ટ, એન્ટી એજિંગ તત્વો ખુબ મળી આવે છે. જ્યારે દૂધમાં ફેટનું પ્રમાણ નહિવત હોય છે. ગધેડીના દૂધ પર રિસર્ચનું કામ NRCE ના પૂર્વ ડાઈરેક્ટર ડોક્ટર બી એન ત્રિપાઠીએ શરૂ કરાવ્યું હતું.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube