PAN ને આધાર સાથે લિંક કરવાની સમય મર્યાદા 30 જૂન 2023ના રોજ સમાપ્ત થઈ ગઈ. જે લોકોએ હજુ સુધી પોતાના પાન કાર્ડ આધાર સાથે લિંક નથી કરાવ્યું તેનો અર્થ એ છે કે તેમનું પાન કાર્ડ એક જુલાઈ 2023થી નિષ્ક્રિય થઈ ચૂક્યું છે. પાનને આધાર સાથે લિંક નહીં કરનારાઓએ ડિપોઝિટ, ટ્રાન્ઝેક્શન, લોન અને ક્રેડિટ સંલગ્ન કામોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. 10 એવા કામ, જેને PAN આધાર લિંક નહીં કરાવનારાઓ નહીં કરી શકે...ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવકવેરા વિભાગ અનુસાર એવા કયા કયા ટ્રાન્ઝેક્શન છે જે નિષ્ક્રિય PAN સાથે નહીં કરી શકાય.


1. આવકવેરાનું રિફંડ પ્રોસેસ નહીં કરાવી શકાય
સીબીડીટી મુજબ ટેક્સપેયર્સ આવકવેરા રિટર્ન ફાઈલ કરી શકે છે. પંરતુ ડીએક્ટિવેટ PAN નો ઉપયોગ કરીને રિફંડ માટે ક્લેમ નહીં કરી શકે. 


2. ડીમેટ એકાઉન્ટ નહીં  ખુલે
ડીમેટ ખાતું ખોલાવી શકશો નહીં. આ સાથે જ મ્યુચ્યુઅલ ફંડ યુનિટ ખરીદવા માટે પણ 50,000 રૂપિયાથી વધુ પેમેન્ટ નહીં કરી શકો. 


3. ઈક્વિટી રોકાણ પર અસર
શેર ઉપરાંત અન્ય કોઈ સિક્યુરિટીની ખરીદી-વેચાણ માટે એક વખતમાં એક લાખ રૂપિયાથી વધુનું પેમેન્ટ કરી શકાશે નહીં. 


4. એવી કંપનીઓના શેર
એવી કંપનીઓ, જે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ નથી તેમના શેરોને ખરીદવા અને વેચવા માટે પ્રતિ ટ્રાન્ઝેક્શન એક લાખ રૂપિયાથી વધુની ચૂકવણી કરી શકાશે નહીં. 


5. ગાડીનું ખરીદ વેચાણ
ગાડીઓના ખરીદ વેચાણ પર વધુ ટેક્સ ભરવો પડશે. 


6. ફિક્સ્ડ ડિપોઝિટ-સેવિંગ્સ એકાઉન્ટ
PAN ને આધાર સાથે લિંક નહીં કરનારા બેંક કે કો-ઓપરેટિવ બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ અને સેવિંગ્સ ખાતુંને છોડી કોઈ પણ એકાઉન્ટ નહીં ખોલાવી શકે. આ ઉપરાંત  બેંક કે કો-ઓપરેટિવ બેંકમાં 50,000 રૂપિયાથી વધુની રકમ જમા કરાવી શકશે નહીં. 


7. ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ
ક્રેડિટ કાર્ટ અને ડેબિટ કાર્ડ માટે અરજી કરી શકાશે નહીં. 


8. વીમા પોલીસી
એક નાણાકીય વર્ષમાં વીમા પોલીસીઓનું પ્રિમીયમ 50,000 રૂપિયાથી વધુ ભરી શકાશે નહીં. 


9. પ્રોપર્ટીની ખરીદી વેચાણ
10 લાખ રૂપિયાથી વધુની અચલ પ્રોપર્ટી કે 10 લાખથી વધુના સ્ટેમ્પવાળી પ્રોપર્ટીની  ખરીદી કે વેચાણ ઉપર પણ વધુ ટેક્સ આપવો પડશે. 


10. વસ્તુ કે સેવાની ખરીદી વેચાણ
કોઈ પણ વસ્તુ કે સેવાની ખરીદી વેચાણ માટે પ્રતિ ટ્રાન્ઝેક્શન બે લાખ રૂપિયાથી વધુની ચૂકવણી કરશે તો વધુ ટેક્સ લાગશે. 


હવે શું થઈ શકે?
જો તમે પણ હજુ સુધી તમારા પાન કાર્ડને આધાર સાથે લિંક નથી કરાવ્યું તો તેને ફરીથી એક્ટિવેટ કરવા માટે 1000 રૂપિયાની ફી આપવાની રહેશે. પછી તમારું પાન કાર્ડ 30 દિવસની અંદર એક્ટિવેટ થઈ જશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube