જયપુરઃ કોરોના મહામારી (Coronavirus) ની બીજી લહેરે દેશભરમાં કહેર મચાવ્યો હતો. તેવામાં કેન્દ્ર સરકારથી લઈને દરેક રાજ્ય સરકાર કોરોના સંક્રમણ અટકાવવા માટે વેક્સિનેશન વધારવા પર ભાર આપી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં મિસાલ રજૂ કરતા રાજસ્થાનનું (Rajasthan) બીકાનેર (Bikaner) શહેર જલદી એક નવો રેકોર્ડ બનાવવા જઈ રહ્યું છે. આ શહેરમાં સોમવારથી ડોર ટૂ ડોર વેક્સિનેશન પ્રોગ્રામ  (Door to Door Vaccination Drive) શરૂ થવાનો છે. આ અભિયાન હેઠળ ઘરે-ઘરે જઈને 45 વર્ષથી મોટી ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવશે. 


તંત્રની ટીમ ઘરે-ઘરે જશે
જાણકારી પ્રમાણે કોરોના વેક્સિનેશન માટે આરોગ્ય સેતુ કે કોવિન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવાની શરત યથાવત રહેશે. ત્યારબાદ લોકોએ પોતાનું નામ અને સરનામુ જિલ્લા વહીવટી તંત્ર તરફથી જારી વોટ્સએપ નંબર પર મોકલી આપવાનું રહેશે. પછી જિલ્લા તંત્રની ટીમ તે વિસ્તારમાં પહોંચશે અને લોકોને ઘરે જઈને રસી આપવામાં આવશે. 


આ પણ વાંચોઃ દિલ્હીમાં હવે બજારો અને દુકાનો ખોલવાની મળી મંજૂરી, જાણો શું ખુલ્લું રહેશે અને શું બંધ


સ્વાસ્થ્ય વિભાગે 5 ટીમો તૈયાર કરી
મીડિયા રિપોર્ટ પ્રમાણે આ અભિયાન માટે 2 એમ્બ્યુલન્સ અને 3 મોબાઇલ ટીમો તૈયાર કરવામાં આવી છે. વેક્સિનની બરબાદી રોકવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે કે ઘરે-ઘરે જઈને રસીકરણ કરવામાં આવશે. જ્યાં ઓછામાં ઓછા 10 લોકો હાજર હશે ત્યાં રસીકરણ કરવામાં આવશે આ માટે તેમણે રજીસ્ટ્રેશનની સુવિધા રાખી છે. 


45થી વધુ ઉંમરના લોકોને મળશે વેક્સિન
જિલ્લા તંત્રએ આ ડોર ટૂ ડોર ડ્રાઇવ દ્વારા 45થી વધુ ઉંમરના 75 ટકા લોકોના રસીકરણનું લક્ષ્ય રાખ્યું છે. જો તેમ થાય છે તો આ એક સફળતા હશે અને તેનાથી કોરોનાની આવનારી સંભવિત લહેરથી લોકોને બચાવી શકાશે. 


આ પણ વાંચોઃ રાહતના સમાચાર...કોરોનાની ત્રીજી લહેરની બાળકો પર વધુ અસર નહીં પડે! જાણો કેમ


રાજસ્થાનમાં કોરોનાના 8400 એક્ટિવ કેસ
મહત્વનું છે કે રાજસ્થાનમાં કોરોનાથી થનારા મોતનો આંકડો વધીને 8749 થઈ ગયો છે. તો કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 9 લાખ 48 હજાર 24 સુધી પહોંચી ગઈ છે. તેમાંથી 9 લાખ 32 હજાર 161 લોકો સાજા થઈ ચુક્યા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 8400 છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube