ગોરખપુર: 63 બાળકોની મોતના આરોપી ડૉ. કફીલ ખાનના ભાઇ પર જીવલેણ હુમલો
બીઆરડી મેડિકલ કોલેજમા6 63 બાળકોના મોતના મામલે આરોપી ડૉક્ટર કફીલ ખાનના ભાઇ પર બાઇક પર સવાર કેટલાક લુખ્ખા તત્વોએ કથિત રીતે ગોળીઓ વરસાવી. પોલીસે જણાવ્યું કે ઇજાગ્રસ્ત કફીલ જમીલને (34)ને એક ખાનગી હોસ્પિટલમાં જવામાં આવ્યો જ્યાં તેની હાલત સ્થિત હોવાનું કહેવામાં આવ્યું છે. પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટર ઘનશ્યામ તિવારીએ જણાવ્યું કે લગભગ 11 વાગે હોસ્પિટલની બાઇક સવાર કેટલાક લુખ્ખાતત્વોએ જેપી હોસ્પિટલ નજીક જમીલ પર ગોળીઓ વરસાવી. તેમણે જણાવ્યું કે જમીલના જમણા હાથ, ગરદન અને ચહેરા પર ઇજા પહોંચી છે. તેમણે કહ્યું કે આ ઘટના સંબંધમાં હજુ સુધી કોઇ ફરિયાદ નોંધવામાં આવી નથી.
ગોરખપુર: બીઆરડી મેડિકલ કોલેજમા6 63 બાળકોના મોતના મામલે આરોપી ડૉક્ટર કફીલ ખાનના ભાઇ પર બાઇક પર સવાર કેટલાક લુખ્ખા તત્વોએ કથિત રીતે ગોળીઓ વરસાવી. પોલીસે જણાવ્યું કે ઇજાગ્રસ્ત કફીલ જમીલને (34)ને એક ખાનગી હોસ્પિટલમાં જવામાં આવ્યો જ્યાં તેની હાલત સ્થિત હોવાનું કહેવામાં આવ્યું છે. પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટર ઘનશ્યામ તિવારીએ જણાવ્યું કે લગભગ 11 વાગે હોસ્પિટલની બાઇક સવાર કેટલાક લુખ્ખાતત્વોએ જેપી હોસ્પિટલ નજીક જમીલ પર ગોળીઓ વરસાવી. તેમણે જણાવ્યું કે જમીલના જમણા હાથ, ગરદન અને ચહેરા પર ઇજા પહોંચી છે. તેમણે કહ્યું કે આ ઘટના સંબંધમાં હજુ સુધી કોઇ ફરિયાદ નોંધવામાં આવી નથી.
કહેવામાં આવી રહ્યું છે કે ડોક્ટર કફીલ અહમદ ખાને નાના ભાઇ કાસિફ જમીલ ગોરખનાથ પૂલ નજીક જેપી હોસ્પિટલ નજીક તે પહોંચ્યા હતા કે એક્ટિવા પર સવાર અજાણ્યા હુમલાવરોએ તેમની ઓવરટેક કરી. તે કંઇ સમજે તે પહેલા તેમના પર તાબડતોડ ત્રણ ફાયરિંગ કરી દીધા. ગોળી કાસિફ જમીલના જમણા હાથ વાગી. આસપાસના કેટલાક લોકો કંઇઅ સમજી શકે તે પહેલાં હુમલાવરો ફરાર થઇ ગયા. ઉતાવળ રાહદારીઓની મદદ વડે તેમને શહેરના સ્ટાર હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા. હુમલાનું કારણ હજુ સ્પષ્ટ થઇ શક્યું નથી.
અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, વડોદરાના યુવક પર ત્રણ લોકોએ કર્યું ફાયરિંગ
અત્રે ઉલ્લેખનીય છે કે ગત ઓગસ્ટમાં ઉત્તર પ્રદેશમાં ગોરખપુર જિલ્લાના બાબા રાઘવ દાસ મેડિકલ કોલેજ (બીઆરડી)માં ઓક્સિજનના સિલેંડર ખતમ થઇ જતાં 63થી વધુ બાળકોના મોત નિપજ્યા હતા. આ ઘટનાક્રમમાં મીડિયાએ તે હોસ્પિટલમાં કાર્યરત ડોક્ટર કફીલને મસીફાના રૂપમાં રજૂ કર્યા હાઅ. જોકે પછી ડોક્ટર કફીલ ખાનને સમગ્ર મામલામાં મુખ્ય આરોપી બનાવીને ધરપકડક કરવામાં આવી. જોકે જામીન પર મુક્ત છે.
આ મામલે મહાનિર્દેશક ડોક્ટર-શિક્ષણ ડો. કે કે ગુપ્તાની તહરીર પર પોલીસે હજરતગંજ પોલીસ મથકમાં 23 ઓગસ્ટના રોજ તત્કાલીન આચાર્ય ડો. રાજીવ મિશ્રા સહિત નવ લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો.