એસેલ ગ્રુપના ચેરમેન અને પૂર્વ રાજ્યસભા સાંસદ ડોક્ટર સુભાષ સંદ્રાએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે પોતાની નવી હાઈપર લોકલ ન્યૂઝ એપ PINEWZ  લોન્ચ કરી. આ એપ પર ગામથી લઈને દેશના દરેક ખૂણાની ખબરો જોવા મળશે. આ એપને લોન્ચ કરતા તેમણે કહ્યું કે આજનો દિવસ ખુબ ખાસ છે. તે ભારત અને વિશ્વના ઈતિહાસમાં ઐતિહાસિક ક્ષણ થનાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડિજિટલ ક્ષેત્રે મોટું રેવોલ્યુશન
કેટલાક લોકો અયોધ્યામાં હાજર રહીને આ પળના સાક્ષી બન્યા તો કેટલાક આ ઐતિહાસિક પળના પોતાના ઘરમાં રહીને જ સાક્ષી બન્યા. આ એપ પર પોતાના શહેર કે વિસ્તારની ખબરો અને વીડિયોને અપલોડ કરી શકાશે. ડોક્ટર ચંદ્રાએ કહ્યું કે આજે PINEWZ લોન્ચ થઈ રહી છે અને તેનાથી ડિજિટલ ક્ષેત્રમાં એક મોટું રેવોલ્યુશન થશે.


દેશવાસીઓ પણ બની  શકશે પત્રકાર
અયોધ્યાથી એપ લોન્ચ કરતા ડોક્ટર સુભાષ ચંદ્રાએ દેશવાસીઓને આજના ઐતિહાસિક દિવસ બદલ શુભેચ્છાઓ પાઠવી. તેમણે કહ્યું કે આ એપ દ્વારા દેશના લાખો કરોડો લોકો પત્રકાર બની શકશે. તમારા શહેર અને વિસ્તારની ખબરો અને તસવીરો આ એપ દ્વારા તમે અપલોડ કરી શકો છો અને આખી દુનિયા સુધી તેને પહોંચાડી શકો છો. તે શહેર કે ગામની ખબર આખી દુનિયામાં પહોંચી શકશે.  


PINEWZ ના ખાસ ફીચર્સ


1. પિન કોડ ન્યૂઝ: પિનકોડ આધારિત સિસ્ટમથી તમારા લોકેશનના ન્યૂઝનો અનુભવ મળશે. 


2. AI-driven Insights: અમારી એપ એડવાન્સ AI ટેક્નોલોજી દ્વારા ન્યૂઝ કન્ટેન્ટને બનાવવાની અને વિતરિત કરવાની સાથે સાથે વ્યક્તિગત અને પ્રાસંગિક ઉપયોગકર્તા અનુભવ પણ સુનિશ્ચિત કરે છે. 


3. વ્યવસાયિક પત્રકાર પોતાના એકાઉન્ટ બનાવીને એપ પર પોતાની કહાનીઓ અને વીડિયો પોસ્ટ કરી શકે છે. 


PINEWZ પોતાના AI-સંચાલિત દ્રષ્ટિકોણને પડખે છે. જે ઉદ્યોગમાં અદ્વિતિય સ્તરની અનુકૂળતા પ્રદાન કરે છે. 


અમે PINEWZ પાછળની અવિશ્વસનીય ટીમ પ્રત્યે અમારો આભાર વ્યક્ત કરવા માંગીશું, જેમના સમર્પણ અને વિશેષતાઓએ આ એપને જીવંત બનાવી છે. એડિટોરિયલ, ટેક્નોલોજી અને માર્કેટિંગે કડક સમયમર્યાદા હેઠળ PINEWZ ને લોન્ચ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. 


PINEWZ સાથે જોડાવા અને ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


વધુ માહિતી માટે https://www.pinewz.com/ પર ક્લિક કરો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube