દેશમાં બનેલી એન્ટી ટેન્ક મિસાઇલનું હેલીકોપ્ટરથી સક્ષળ પરીક્ષણ, જુઓ Video
પરીક્ષણ દરમિયાન મિસાઇલે મિશનના તમામ લક્ષ્યોને સફળતાપૂર્વક હાસિલ કર્યાં હતા. આ દરમિયાન તમામ સિસ્ટમે સંતોષજનક રીતે કામ કર્યું અને મિશનને અંજામ આપ્યો હતો.
નવી દિલ્હીઃ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને વાયુસેનાએ દેશમાં જ ડિઝાઇન અને વિકસિત એન્ટી ટેન્ક મિસાઇલનું શનિવારે પોખરણમાં સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલનું પરીક્ષણ વાયુ સેનાના હેલીકોપ્ટરથી કરવામાં આવ્યું છે.
પરીક્ષણ દરમિયાન મિસાઇલે મિશનના તમામ લક્ષ્યોને સફળતાપૂર્વક હાસિલ કર્યાં હતા. આ દરમિયાન તમામ સિસ્ટમે સંતોષજનક રીતે કામ કર્યું અને મિશનને અંજામ આપ્યો હતો. આ મિસાઇલ અત્યાધુનિક સીકરથી લેસ છે જે સુરક્ષિત અંતરથી ચોક્કસ નિશાન લગાવવામાં સક્ષમ છે. આ મિસાઇલ 10 કિલોમીટર અંતર સુધીના લક્ષ્યને ભેદી શકે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube