નવી દિલ્હીઃ 'મિશન શક્તિ'ની સફળતા પછી DRDO દ્વારા આ અભિયાન સાથે જોડાયેલો પ્રથમ વીડિયો મીડિયામાં રીલીઝ કરાયો છે. ANI તરફથી જાહેર કરાયેલા વીડિયોમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે કેવી રીતે મિસાઈલનું પ્રક્ષેપણ થઈ રહ્યું અને તે લક્ષ્યને ભેદી રહી છે. DRDO દ્વારા 32 સેકન્ડનો આ વીડિયો રીલીઝ કરાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'મિશન શક્તિ' નામના આ અભિયાનને DRDOના વૈજ્ઞાનિકોએ સંપૂર્ણ સફળ જણાવ્યું છે. ભારતે અંતરિક્ષમાં એક લાઈવ સેટેલાઈટને તોડી પાડ્યું હતું. વડા પ્રધાને આ અંગે જાહેરાત કરતા જણાવ્યું કે, અમેરિકા, રશિયા અને ચીન પછી આ ઉપલબ્ધી મેળવનારો ભારત વિશ્વનો ચોથો દેશ બન્યો છે. 


અંતરિક્ષ ક્ષેત્રે ભારત બન્યું વિશ્વની ચોથી મહાસત્તાઃ 10 મુદ્દામાં જાણો 'મિશન શક્તિ'


આ મિશનની સફળતા બાદ વડા પ્રધાન મોદીએ સૌ પ્રથમ દેશને સંબોધન કર્યું હતું અને ત્યાર પછી વૈજ્ઞાનિકો સાથે સંવાદ સાધ્યો હતો. પીએમ મોદીએ 'મિશન શક્તિ'ની સફળતા અંગે વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે, "આ સફળતા મેળવવા બદલ તમને સૌને ખૂબ-ખૂબ અભિનંદન. તમારી મહેનત રંગ લાવી છે. તમે આખી દુનિયાને સંદેશો આપી દીધો છે કે, આપણે કોઈનાથી કમતર નથી."  


શા માટે LEOમાં જ જાસુસી સેટેલાઈટ છોડવામાં આવે છે? મિશન શક્તિનો અર્થ શું છે?


વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, જે કોઈનું ખરાબ વિચારતો નથી, તે જો શક્તિવિહોણો થઈ જાય તો ખરાબ વિચારનારા લોકોની તાકાત વધી જાય છે. આથી, જે કોઈનું ખરાબ વિચારતો તેનું સૌથી શક્તિશાળી હોવું જરૂરી છે. 


પીએમ મોદીએ જણાવ્યું કે, "દરેક ક્ષેત્રમાં આપણે 'મેડ ઈન ઈન્ડિયા' અને 'મેક ઈન ઈન્ડિયા'નું જે સ્વપ્ન જોઈ રહ્યા છીએ તે દરેક ક્ષેત્રમાં સાકાર થતું દેખાઈ રહ્યું છે. જે આપણા સૌ માટે ગર્વની વાત છે. તમે દુનિયાને સંદેશો આપ્યો છે કે, આપણે પણ કોઈનાથી કમતર નથી." 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....