નવી દિલ્હી : ડિફેંસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) એ આજે ક્વિક રિએક્શન સર્ફેસ ટૂ એર મિસાઇલ (QRSAM) નું સફળ પરીક્ષણ કર્યું. આ મિસાઇલનું પરીક્ષણ ઓરિસ્સાનાં બાલાસોર ટેસ્ટિંગ રેંજમાં કરવામાં આવ્યું. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ પરીક્ષણ બાદ DRDOનાં વૈજ્ઞાનિકોને શુભકામનાઓ પાઠવી હતી. આ પરીક્ષણ રવિવારે 11.05 મિનિટે કરવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈઝરાયેલે બોલિવુડ અંદાજમાં ભારતને ફ્રેન્ડશિપ ડેનો મેસેજ મોકલાવ્યો


10 ઓગષ્ટે કોંગ્રેસને મળશે નવા અધ્યક્ષ, મિલિંદ દેવડાએ બે નામનો દાણો દબાવ્યો
આ મિસાઇલની ક્ષમતા 30 કિલોમીટર છે. આ મિસાઇલથી જમીનથી હવામાં પ્રહાર કરવાની ક્ષમતા છે. તે પહેલા 16 ફેબ્રુઆરી, 2016 અને 4 જુન, 2017ના રોજ તેનાં સફળ પરિક્ષણ કરવાની માહિતી ડીઆરડીઓની તરફથી આપવામાં આવી છે. ડીઆરડીઓએ આ મિસાઇલને ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડની મદદથી સેના વાહિની માટે વિકસિત કરવામાં આવ્યું છે. 


ઉન્નાવકાંડ: ટ્રકની નંબર પ્લેટ પર કોણે માર્યો હતો કાળો કુચડો? ડ્રાઇવરે આપ્યો ચોંકાવનારો જવાબ
કાલે ભારતીય સેનાએ બોફોર્સનું મોઢુ ખોલ્યું અને પાક.ને પરસેવો વળી ગયો !
આ મિસાઇલનો સેનામાં સમાવેશ કરવામાં આવ્યા બાદ દુશ્મને ટૈંક અને એરક્રાફ્ટને નિશાન બનાવવું સરળ બની જશે. આ મિસાઇલનાં સફળ પરીક્ષણ બાદ ત્યાં હાજર વૈજ્ઞાનિકોએ ખુશી વ્યક્ત કરી. આ મિસાઇલનું નિર્માણ ભારતમાં જ કરવામાં આવ્યું છે. તેનું એક્શન ખુબ જ ક્વિક છે. તેનું એક્શન ખુબ જ ક્વિક છે જેના કારણે સેનાને તુરંત જ કાર્યવાહી કરવામાં મજબુતી મળશે.