Corona ના ડરથી લોકોએ ખુબ પીધા ઉકાળા? હવે આ બીમારી વધારી રહી છે મુશ્કેલી
તમે વિચાર્યું હશે કે વિટામિન સી આપણે કોરોના વાયરસથી દૂર રાખશે. વિટામિન ડી આપણે મજબૂત ઇમ્યુનિટી આપશે અને ઉકાળા તો આ વાયરસને ગળામાં મારી નાખશે. પરંતુ શું તમે જાણો છે કે આ ડરે ઘણા લોકોને મોટી મુશ્કેલીમાં મુકી દીધા છે.
નવી દિલ્હીઃ જો કોરોનાથી બચવા માટે તમે પણ ખુબ ઉકાળા પીધા છે અને મલ્ટી-વિટામિન ગોળીઓ ખાધી છે તો આ સમાચાર તમારે વાંચવા જોઈએ. તમારી આ આદત તમને કોરોનાથી બચાવ્યા કે નહીં તે તો ન કહી શકાય પરંતુ બીજી બીમારીને જરૂર આમંત્રણ આપ્યું છે.
દિલ્હીની હોસ્પિટલોમાં હવે કોરોના દર્દીઓની સંખ્યા ઓછી થઈ ગઈ છે પરંતુ જરૂરીયાતથી વધુ ઉકાળા પીધા બાદ પાઇલ્સની બીમારીની સારવાર કરાવનારા લોકોની સંખ્યા વધી ગઈ છે. ઉકાળા જ નહીં મલ્ટી-વિટામિને પણ ઘણા લોકોનું સ્વાસ્થ્ય ખરાબ કરી દીધું છે.
પાઇલ્સના દર્દીઓમાં વધારો
તમે વિચાર્યું હશે કે વિટામિન સી આપણે કોરોના વાયરસથી દૂર રાખશે. વિટામિન ડી આપણે મજબૂત ઇમ્યુનિટી આપશે અને ઉકાળા તો આ વાયરસને ગળામાં મારી નાખશે. પરંતુ શું તમે જાણો છે કે આ ડરે ઘણા લોકોને મોટી મુશ્કેલીમાં મુકી દીધા છે. દિલ્હીની મૂલચંદ હોસ્પિટલની ઓપીડીમાં દરરોજ ચાર-પાંચ દર્દી પાઇલ્સની સારવાર માટે આવી રહ્યાં છે.
આ પણ વાંચોઃ કર્ણાટક હાઈકોર્ટમાંથી ટ્વિટર ઇન્ડિયાના એમડીને વચગાળાની રાહત, પોલીસને આપ્યો નિર્દેશ
જરૂરીયાતથી વધુ મલ્ટી-વિટામિને કબજીયાત વધારી
તે પણ સામે આવ્યું કે જરૂરીયાતથી વધુ વિટામિન ડી કે વિટામિન સીનું સેવન લોકોમાં કબજીયાત વધારી રહ્યું છે. મૂલચંદ હોસ્પિટલમાં સર્જન ડો. સચિન અંબેકરનું કહેવું છે કે કોરોના વાયરસથી રિકવર થયા બાદ પોતાના શરીરમાં થનારા નાના નાના ફેરફારને પણ આ સમયે નોંધી લે. તેમણે કહ્યું કે, અત્યાર સુધી કોરોના બાદ લોકોમાં સૌથી વધુ દિલની બીમારીનો ખતરો સામે આવી રહ્યો હતો તેથી હાર્ટ ચેકઅપ માટે લોકો હવે હોસ્પિટલમાં પહોંચી રહ્યાં છે. પરંતુ લોકો ઉકાળા અને મલ્ટી વિટામિનના વધુ સેવનથી વધેલા ખતરાથી અજાણ છે.
ડોક્ટરોએ આપી સલાહ
પહેલા રેગ્યુલર હેલ્થ ચેકઅપ 45 વર્ષની ઉંમર બાદ કરાવવાની સલાહ આપવામાં આવતી હતી પરંતુ હવે ડોક્ટર 30 વર્ષથી વધુ ઉંમરના લોકોને હેલ્થ ચેકઅપની સલાહ આપવામાં આવે છે. અપોલો હોસ્પિટલના પલ્મોનરી મેડિસિન એક્સપર્ટ ડોક્ટર સુરનજીત ચેટર્જીનું કહેવું છે કે આવા લોકો જેની જીવનશૈલી ખરાબ છે અથવા તે જંક ફૂડ વધુ ખાય છે. કસરત કરતા નથી અને તેને કામ પણ બેસીને કરવાનું હોય છે. આવા લોકોએ સમય રહેતા ચેકઅપ કરાવવાની જરૂર છે. આ સિવાય પરિવારમાં કોઈને દિલની બીમારી રહી છે, માતા કે પિતામાં કોઈને ડાયાબિટીસ રહી છે તો પણ 30 વર્ષની ઉંમરના લોકોએ સ્ક્રીનિંગ કરાવવાની જરૂર છે. તમે સામાન્ય ચેકઅપ કરાવી શકો છો.
આ પણ વાંચોઃ આ મહિલા સાંસદ ફેક વેક્સીનેશનનો ભોગ બન્યા, જાણો કેવી રીતે થયો ખુલાસો
મલ્ટી-વિટામિનનું વધુ સેવન ખતરનાક
કોરોના બાદ થનારી બીમારીઓને હવે એક અધર બીમારી એટલે કે પોસ્ટ કોવિડ માનવામાં આવી રહી છે. શ્વાસ લેવામાં મુશ્કેલ અને થાક પોસ્ટ કોવિડ બાદ થનારી સૌથી વધુ સમસ્યા છે. ભારતમાં 30થી 40 ટકા લોકો કોરોનાથી રિકવર થયા બાદ આ સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. પરંતુ વોટ્સએપ યુનિવર્સિટી અને સોશિયલ મીડિયાના જ્ઞાનના ઓવરડોઝે લોકોને હવે સાઇડ ઇફેક્ટ આપવાનું શરૂ કરી દીધું છે. ડોક્ટરોનું કહેવું છે કે મલ્ટી વિટામિનનું સેવન સતત ન કરવું જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube