TMC ના મહિલા સાંસદ ફેક વેક્સીનેશનનો ભોગ બન્યા, જાણો કેવી રીતે થયો ખુલાસો

કોરોના વાયરસથી બચવા માટે દેશભરમાં ઝડપથી રસીકરણ થઈ રહ્યું છે. આ બધા વચ્ચે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મિમી ચક્રવર્તી નકલી રસીકરણનો ભોગ બન્યા છે અને પોતાને આઈએસ ઓફિસર ગણાવતા વ્યક્તિએ તેમને ફેક રસી મૂકાવી દીધી છે. 

TMC ના મહિલા સાંસદ ફેક વેક્સીનેશનનો ભોગ બન્યા, જાણો કેવી રીતે થયો ખુલાસો

કોલકાતા: કોરોના વાયરસથી બચવા માટે દેશભરમાં ઝડપથી રસીકરણ થઈ રહ્યું છે. આ બધા વચ્ચે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મિમી ચક્રવર્તી નકલી રસીકરણનો ભોગ બન્યા છે અને પોતાને આઈએસ ઓફિસર ગણાવતા વ્યક્તિએ તેમને ફેક રસી મૂકાવી દીધી છે. 

નકલી રસીકરણ અભિયાનમાં ફસાઈ મિમી ચક્રવર્તી
ટીએમસી સાંસદ મિમી ચક્રવર્તીએ કહ્યું કે તેમને એક રસીકરણ કેમ્પ માટે આમંત્રણ અપાયું હતું અને જણાવાયું કે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના જોઈન્ટ કમિશનર તરફથી ટ્રાન્સજેન્ડર્સ અને દિવ્યાંગો માટે મફત રસીકરણ કેમ્પ લગાવવામાં આવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે 'પોતાને આઈએસ ઓફિસર ગણાવતા વ્યક્તિએ મને આ કાર્યક્રમમાં સામેલ થવાની અપીલ કરી જેથી કરીને બીજા લોકો રસી મૂકાવવા માટે પ્રેરિત થાય. ત્યારબાદ હું ત્યાં ગઈ અને લોકોને પ્રોત્સાહિત કરવા માટે રસી મૂકાવી.'

— ANI (@ANI) June 24, 2021

કેવી રીતે થયો નકલી રસીકરણનો ખુલાસો
મિમી ચક્રવર્તીએ જણાવ્યું કે કોરોના રસી મૂકાવ્યા બાદ જ્યારે મને કોઈ સંદેશો ન આવ્યો તો રસીકરણ સર્ટિફિકેટ અંગે સવાલ કર્યો. ત્યારબાદ મને જણાવવામાં આવ્યું કે તે આગામી 3-4 દિવસમાં મળી જશે. ત્યારે મને શક થયો. ત્યારબાદ મે રસીકરણ અટકાવ્યું અને પોલીસને જાણ કરી. 

— ANI (@ANI) June 23, 2021

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news