નવી દિલ્હી: મુંબઈમાં મધદરિયે થયેલી ડ્રગ્સ પાર્ટીમાં પકડાયેલા આર્યન ખાન સહિત અન્ય આરોપીઓની જામીન અરજી પર આજે સ્પેશિયલ NDPS કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સેશન્સ કોર્ટે NCB પાસે જવાબની માગણી કરી છે. હાલ જામીન માટેની સુનાવણી 13 ઓક્ટોબર એટલે કે બુધવાર પર ટળી છે. આર્યન ખાન હાલ આર્થર રોડ જેલમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજંબ આર્યન ખાન સહિત અન્ય આરોપીઓની જામીન અરજી પર હવે સ્પેશિયલ એનડીપીએસ કોર્ટમાં બુધવારે સુનાવણી થશે. આ અગાઉ 8 ઓક્ટોબરના રોજ મુંબઈની મેજિસ્ટ્રેટ કોર્ટમાં આર્યન ખાનની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. મેજિસ્ટ્રેટ R M Nerlikar એ આર્યનના વકીલ અને એનસીબી વચ્ચે થયેલી લાંબી લચક દલીલો બાદ આ ચુકાદો આપ્યો હતો. મેજિસ્ટ્રેટે આર્યન સહિત અન્ય બેની અરજીને ફગાવતા કહ્યું હતું કે આ કેસ મેન્ટેનેબલ નથી. 


એનસીબીએ બુધવાર સુધીનો સમય માંગ્યો
એનસીબીએ આ મામલે જવાબ દાખલ કરવાનો હતો. આ માટે તેણે બુધવાર સુધીનો સમય માંગ્યો છે. એનસીબીએ પેપરવર્કનો હવાલો આપી બુધવાર સુધી જવાબ દાખલ કરવાનો સમય માંગ્યો છે. તેનું  કહેવું છે કે હજુ કેટલુંક પેપરવર્ક બાકી છે. જેના કારણે સમય લાગી રહ્યો છે. એનસીબી બુધવારે સવારે 11 વાગ્યા સુધીમાં પોતાનો જવાબ દાખલ કરશે. 


ડ્રગ્સ કેસમાં અત્યાર સુધીમાં આટલા લોકો પકડાયા
અત્રે જણાવવાનું કે આર્યન ખાન 14 દિવસની કસ્ટડીમાં છે. ડ્રગ્સના આ કેસમાં એનસીબીએ અત્યાર સુધીમાં 20 લોકોની ધરપકડ કરાઈ છે. જેમાં બે વિદેશી નાગરિકો પણ સામેલ છે. આર્યન ખાન 3 ઓક્ટોબરથી લઈને 8 ઓક્ટોબર સુધી એનસીબીની કસ્ટડીમાં હતો. રવિવારે 10 ઓક્ટોબરના રોજ તેનું નિવેદન લેવાયું. આર્યનના વકીલનો દાવો છે કે આર્યન પહેલો એવો વ્યક્તિ છે જેની પાસે કોઈ ડ્રગ્સ રિકવર થયું નથી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube