આ તો ગજબ! બે બોટલ દારૂ ગટકાવ્યો પણ નશો ચડ્યો જ નહીં, ગૃહમંત્રીને કરી ફરિયાદ
લોકેન્દ્ર સેઠિયા 12 એપ્રિલના રોજ દેશી દારૂની બે બોટલ ગટકાવ્યા બાદ આબકારી વિભાગમાં ફરિયાદ લઈને પહોંચ્યા હતા.
રાહુલ સિંહ રાઠૌડ, MP: ગુજરાતમાં તો દારૂબંધી છે પરંતુ અન્ય અનેક રાજ્યો એવા છે જ્યાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને પીવાય છે પણ ખરા. આવું જ એક રાજ્ય છે મધ્ય પ્રદેશ અને ત્યાંથી એવા ચોંકાવનારા સમાચાર આવ્યા છે જાણીને છક થઈ જશો. વાત જાણે એમ છે કે એક દારૂડિયાએ રાજ્યના ગૃહમંત્રીને ફરિયાદ કરી છે. ફરિયાદ પણ એવી કે જાણીને ચક્કર આવી જાય. પુરાવા તરીકે આબકારી અધિકારી પાસે દારૂની બે બોટલો પણ લઈ ગયો.
મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં લોકેન્દ્ર સેઠિયા નામનો વ્યક્તિ દારૂની બે બોટલ લઈને આબકારી અધિકારી પાસે પહોંચ્યો અને જે કહ્યું કે તે જાણીને અધિકારી પોતે છક થઈ ગયા. તેમણે તે વ્યક્તિને યોગ્ય કાર્યવાહીનું આશ્વાસન પણ આપ્યું. વ્યક્તિએ જણાવ્યું કે તેણે દારૂની બે બોટલ ખીલી કરી પરંતુ આમ છતાં તેને નશો ચડ્યો નહીં. આ કેવો દારૂ છે, નશો થતો જ નથી. કોન્ટ્રાક્ટરો પાણી ભેળવે છે. તમે તેમના પર કાર્યવાહી કરો. લોકેન્દ્ર સેઠિયા 12 એપ્રિલના રોજ દેશી દારૂની બે બોટલ ગટકાવ્યા બાદ આબકારી વિભાગમાં ફરિયાદ લઈને પહોંચ્યા હતા.
તેમની ફરિયાદ હતી કે દારૂમાં નશો જ નથી. તેમાં પાણી ભેળવેલું છે. પુરાવા તરીકે દારૂની બે બોટલો પણ લઈ ગયો. તેમનું કહેવું છે કે વિશ્વાસ ન આવતો હોય તો દારૂની તપાસ કરાવો. કોન્ટ્રાક્ટર તરફથી કરાયેલી આ દગાબાજીને ગંભીરતાથી લઈને તેમના પર કાર્યવાહી કરો. જો કે લોકેન્દ્રની ફરિયાદ પર 6 મે સુધી કોઈ કાર્યવાહી થઈ નહી ત્યારે તેણે ગ્રાહક ફોરમમાં જવાનું નક્કી કર્યું. તેણે કહ્યું કે જે લોકો દારૂ પીવે છે તેમને ન્યાય મળે તે માટે તે કાર્યવાહી ઈચ્છે છે. હું તો કમાઈ પણ લઉ છું અને પી પણ લઉ છું. પરંતુ ફક્ત પીનારા લોકો સાથે ન્યાય થાય તે જરૂરી છે. મારી સાથે જે થયું તે અન્ય કોઈ ગ્રાહક સાથે ન થાય તેવું હું ઈચ્છું છું.
લોકેન્દ્રનું કહેવું છે કે તેને દારૂ પીતા પીતા 20 વર્ષ થયા અને ખબર પણ પડે છે કે તેમા ભેળસેળ છે કે નહીં પરંતુ જે લોકો ફક્ત પીવા માટે આવતા હોય છે તેમના માટે તે ન્યાય ઈચ્છે છે. લોકેન્દ્રએ જે ફરિયાદ દાખલ કરી છે તેમા લખ્યું છે કે તે 12 એપ્રિલના રોજ મિત્ર સાથે ક્ષીર સાગર પાસે આવેલા પ્રીતિ જયસ્વાલની દુકાનથી 4 ક્વાટર દેશી લીધા. જ્યારે તેમણે બે ક્વાટર પીધા તો ખબર પડી કે આ દારૂ નથી પરંતુ પાણી છે. વિરોધ કર્યો તો કર્મચારીઓ દ્વારા કહેવાયું કે જે થાય તે કરી લો અહીં બસ આવું જ છે. પછી તો તેઓ ફરિયાદ લઈને આબકારી વિભાગ પહોંચી ગયા. તેમણે કાર્યવાહીની માગણી કરતા કહ્યું કે તેમની પાસે બે સીલ ક્વાટર પુરાવા તરીકે છે. તેમણે એમપીના ગૃહમંત્રી ડોક્ટર નરોત્તમ મિશ્રાને પણ ફરિયાદ આપી છે.
Video: DJ ના તાલે નાચવું બહુ ગમતું હોય તો સાવધાન...યુવકને મળ્યું દર્દનાક મોત, વીડિયો જોઈ હચમચી જશો
Interesting news: નાના ભૂલકાઓ જોડે લડ્ડુ ગોપાલ પોતે શાળામાં ભણે છે કક્કો અને બારાખડી!
Electric Vehicles Fire: ઈલેક્ટ્રિક વાહનો કેમ ભડકે બળી રહ્યા છે? તપાસમાં થયો આ ચોંકાવનારો ખુલાસો
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube