એર ઈન્ડિયાના બિઝનેસ ક્લાસમાં નશામાં ધૂત એક વ્યક્તિએ અન્ય સીટ પર બેઠેલી મહિલા પર પેશાબ કરી નાખ્યો. આ ઘટના બાદ મહિલાએ ફ્લાઈટના કેબિન ક્રૂને તે વ્યક્તિની ફરિયાદ કરી પરંતુ કેબિન ક્રૂએ કોઈ કાર્યવાહી કરી નહીં અને પેશાબ કરનારો વ્યક્તિ સરળતાથી બચીને નીકળી ગયો. આ મામલે જ્યારે કોઈ કાર્યવાહી ન થઈ તો પીડિત મહિલાએ ટાટા ગ્રુપના ચેરમેન એન ચંદ્રશેખરનને ફરિયાદ કરી. ત્યારબાદ એર ઈન્ડિયાએ તપાસ શરૂ કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એર ઈન્ડિયાએ 26મી નવેમ્બરની આ ઘટના અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે એર ઈન્ડિયાએ આ ઘટના અંગે એક ઈન્ટરનલ કમિટીની રચના કરી છે અને આવી હરકત  કરનારા યાત્રીને નો ફ્લાય લિસ્ટમાં નાખવાની ભલામણ કરી છે. હવે આ સમગ્ર મામલો કમિટીને આધિન છે અને નિર્ણયની રાહ જોવાઈ રહી છે. મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તે ખુબ વ્યથિત છે અને તેની ફરિયાદ બાદ પણ ક્રૂ મેમ્બર્સ એક્ટિવ થયા નહીં. 


કોણ બનશે વિશ્વની સૌથી મોટી પાર્ટીના અધ્યક્ષ? રેસમાં આ 3 દિગ્ગજ નેતાઓના નામ


બાળકને ન મળવા દેવું એ ભરણ પોષણની ચૂકવણી નહીં કરવાનું બહાનું ન બની શકે- મદ્રાસ HC


અંજલીની બહેનપણી નિધિના ખુલાસા બાદ પોલીસના હોશ ઉડ્યા, આ 8 સવાલે વધાર્યુ ટેન્શન


ક્રૂ મેમ્બર્સ તરફથી તેને પાઈજામો અને એક ચપ્પલ આપવામાં આવ્યા. ત્યારબાદ પણ મહિલા લગભગ અડધા કલાક સુધી ટોઈલેટ પાસે જ ઊભી રહી કારણ કે સીટ પરથી ખુબ જ વાસ આવતી હતી. કીટનાશક છાંટ્યા બાદ પણ વાસ દૂર થઈ નહીં. ત્યારબાદ ક્રૂ સભ્યો તરફથી તેને એક અન્ય સીટ અપાઈ જ્યાં તે કલાક સુધી બેઠી. 


જુઓ લાઈવ ટીવી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube