પત્ની માટે હાઈટેન્શન લાઈનના ટાવર પર ચડી ગયો યુવક, પછી કરી એવી માગણી...પોલીસનો પિત્તો ગયો
પીયર ગયેલી પત્ની ઘરે પાછી ન ફરતા પરેશાન થયેલા ઉદયપુરના ખોલડી હીરાવત ફલાનો રહીશ યુવક શનિવારે 1 લાખ 35 હજાર કેવી લાઈનના વિદ્યુત ટાવર પર ચડી ગયો. યુવક ટાવર પર ચડી જતા ગ્રામીણોના શ્વાસ અદ્ધર થઈ ગયા અને ત્યાં ભેગા થઈ ગયાં હતાં.
અવિનાશ જગનાવત, ઉદયપુર: પીયર ગયેલી પત્ની ઘરે પાછી ન ફરતા પરેશાન થયેલા ઉદયપુરના ખોલડી હીરાવત ફલાનો રહીશ યુવક શનિવારે 1 લાખ 35 હજાર કેવી લાઈનના વિદ્યુત ટાવર પર ચડી ગયો. યુવક ટાવર પર ચડી જતા ગ્રામીણોના શ્વાસ અદ્ધર થઈ ગયા અને ત્યાં ભેગા થઈ ગયાં હતાં.
સૂચના મળતા જ ઝલ્લારાના પોલીસ સ્ટેશન અધિકારી રમેશચંદ્ર બોરીવાલ મય જાબ્તા ઘટનાસ્થળે પહોંચી ગયાં. પોલીસે યુવકને સમજાવીને નીચે ઉતારવાનો પ્રયત્ન કર્યો તો પણ તે વિદ્યુત ટાવર પરથી ઉતર્યો નહીં.
પોલીસને ગ્રામીણોએ જમાવ્યું કે બે દિવસ પહેલા ભીમાના તેની પત્ની સાથે કોઈ વાતને લઈને ઝગડો થયો હતો. ત્યારબાદ તે પીયર જતી રહી હતી. આ બાજુ ટાવર પર ચડેલા ભીમાએ ચોખ્ખુ કહી દીધુ કે જ્યાં સુધી તેની પત્ની ન આવે ત્યાં સુધી તે નીચે ઉતરશે નહીં. જેના પર પોલીસે લગભગ 15 કિલોમીટર દૂર ઢાલ ગામથી તેની પત્નીને બોલાવી પરંતુ આમ છતાં પત્ની આવી તો પણ ભીમા ટાવર પરથી નીચે ન ઉતર્યો. આ દરમિયાન ઘટનાસ્થળે પહોંચેલા તહસીલદાર નારાયણ લાલ જીનગર અને ગામના લોકોએ પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ સફળ ન થયા.
લગભગ બે કલાકની જદ્દોજહેમત બાદ પણ ભીમા વિદ્યુત ટાવરથી નીચે ન ઉતર્યો તો પહેલા પોલીસે ગ્રામીણોની ભીડને હટાવ્યાં. ત્યારબાદ પદાધિકારી રમેશચંદ્રે તેને પ્રેમથી સમજાવ્યું તો ભીમાએ અનેક દિવસથી દારૂનું સેવન ન કર્યું હોવાની વાત કરતા એક દારૂની બાટલીની ડિમાન્ડ કરી નાખી. જેના પર પોલીસે દારૂની બોટલ મંગાવી અને ટાવર નીચે રાખીને જતા રહ્યાં. થોડીવાર બાદ ભીમા દારૂની બોટલ લેવા માટે નીચે ઉતર્યો તો તક જોઈને પોલીસે તેને દબોચી લીધો. પોલીસે ભીમાને શાંતિ ભંગ કરવાના આરોપમાં પકડી લીધો.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube