નવી દિલ્હીઃ કાશ્મીરમાં આતંકીઓની સાથે ઝડપાયેલા ડીએસપી (સસ્પેન્ડેડ) દેવિન્દર સિંહને 15 દિવસ માટે એનઆઈએની રિમાન્ડમાં મોકલી દેવામાં આવ્યો છે. દેવેન્દ્ર સિંહ સિવાય હિઝબુલ મુજાહિદ્દીનના ત્રણ આતંકીઓને પણ રિમાન્ડ માટે મોકલવામાં આવ્યા છે. આ પહેલા મામલામાં ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓને ગુરૂવારે જમ્મૂની એનઆઈએ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સસ્પેન્ડેડ ડીએસપી દેવિન્દર સિંહને કુલગામથી જમ્મૂ લાવવામાં આવ્યો જ્યાં તેને એનઆઈએ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. રિમાન્ડ પર લીદા બાદ દેવિન્દર અને અન્ય ત્રણ આતંકીઓ સાથે એનઆઈએ પૂછપરછ કરશે. પૂછપરછ કર્યા બાદ એનઆઈએ દેવિન્દર સિંહને દિલ્હી લઈને આવશે. આ પહેલા દેવિન્દર સિંહ સાથે જોડાયેલા ઘણા ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં શંકાસ્પદ સામાન્ય મળ્યો હતો. 


દેવિન્દરના શ્રીનગર સ્થિત ઘર પર એનઆઈએએ બુધવારે દરોડા પાડ્યા હતા. એજન્સીને આ દરોડા દરમિયાન 7.5 લાખ રૂપિયા રોકડા, એક નકશો અને કેટલાક શંકાસ્પદ દસ્તાવેજ મળ્યા હતા. દેવિન્દર સિંહ સિવાય એનઆઈએએ શ્રીનગરના ગુલશન નગર સ્થિત એક ડોક્ટરના ઘર પર પણ દરોડા પાડ્યા હતા. સૂત્રો પ્રમાણે, આ દરોડામાં એજન્સીને કંઇ પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી. 


ભાજપનો હુમલો- શાહીન બાગ પ્રદર્શનની પાછળ બે જુડવા ભાઈ, કેજરીવાલ અને રાહુલ ગાંધી


હિઝ્બુલના ત્રણ આતંકીઓની સાથે પકડાયો હતો આરોપી
મહત્વનું છે કે જમ્મૂ-કાશ્મીર પોલીસથી સસ્પેન્ડેડ થઈ ચુકેલ ડીએસપી દેવિન્દર સિંહને 11 જાન્યુઆરીએ હિઝ્બુલ મુજાહિદ્દીનના ત્રણ આતંકીઓની સાથે ધરપકડ કરવામાં આવી હતી. દેવિન્દર ત્રણેય આતંકીઓની સાથે એક કારમાં હાજર હતો. ડીએસપી પર આરોપ છે કે, તે ત્રણેયને જમ્મૂ લઈ જતો હતો, જ્યાંથી ત્રણેય દિલ્હી જવાના હતા. કારમાં દારૂગોળો પણ જપ્ત થયો હતો. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...