નવી દિલ્હી: આતંકીઓને મદદ કરવાના આરોપમાં જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) થી ધરપકડ કરાયેલા DSP દેવિન્દર સિંહ (Devinder Singh) ને લઈને રાજકીય નિવેદનબાજી ચાલુ છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ આજે ટ્વીટ કરીને આ મુદ્દે મોદી સરકાર પર નિશાન સાધ્યું. રાહુલ ગાંધીએ લખ્યું કે દેવિન્દર  સિંહને ચૂપ કરાવવાનો આ સૌથી સારો છે કે તેને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને હવાલે કરી દેવામાં આવે. હવે આ મામલે સુબ્રમણ્યમ સ્વામી (Subramanian Swamy) નું નિવેદન આવ્યું છે. ભાજપના નેતાએ ઝી ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં કહ્યું કે DSP કેસની NIA તપાસથી કોંગ્રેસ ગભરાઈ ગઈ છે. આથી રાહુલ ગાંધી આવી વાતો કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દોષિતોને ફાંસીમાં થતા વિલંબથી નિર્ભયાના માતા રડી પડ્યાં, PM મોદીને કરી આ અપીલ 


કોંગ્રેસના યુવરાજે આતંકીઓનું નામ લઈને દેશની સૌથી મોટી તપાસ એજન્સી NIAને નિશાન બનાવી છે. વિદેશી ધરતી પર જઈને વડાપ્રધાન મોદીને કોસનારા રાહુલએ ગાંધી હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી ઉપર જ સવાલ ઉઠાવી દીધા અને પાકિસ્તાનની ભાષા બોલવા લાગ્યાં. રાહુલે ટ્વીટ કરીને કહ્યું કે DSP દેવિન્દર સિંહને ખામોશ કરવાનો આ સૌથી સારો ઉપાય છે કે તપાસ NIAને  સોંપી દો. NIAનું નેતૃત્વ એક વધુ મોદી-વાય કે મોદી કરે છે જેમણે ગુજરાત રમખાણો અને હરેન પંડ્યા હત્યાકાંડની તપાસ કરી હતી. વાઈ કે મોદીની પાસે કેસ જવાનો મતલબ એટલે કેસનું મોત. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...