ત્રણ વર્ષમાં દાદાએ એવોર્ડ્સનો ઢગલો કરી દીધો! ભૂપેન્દ્ર પટેલના સુશાસનમાં ગુજરાતને મળ્યા આટલા એવોર્ડ

Gujarat CM Bhupendra Patel : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના ત્રણ વર્ષ પૂર્ણ... ત્રણ વર્ષ દરમિયાન મુખ્યમંત્રીએ 11 મહત્વપૂર્ણ પોલિસીઓ લોન્ચ કરી.. ગુજરાત આજે સેમિકન્ડક્ટર હબ બનવાની દિશામાં અગ્રેસર.. આ કારણે ગુજરાતને મળ્યા એવોર્ડ્સ

ત્રણ વર્ષમાં દાદાએ એવોર્ડ્સનો ઢગલો કરી દીધો! ભૂપેન્દ્ર પટેલના સુશાસનમાં ગુજરાતને મળ્યા આટલા એવોર્ડ

Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં તેમના સુશાસનના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. 13 સપ્ટેમ્બર, 2021ના રોજ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ ત્રણ વર્ષોમાં મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ગુજરાતની વિકાસયાત્રાને સતત આગળ વધારી છે. તેમના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાતે છેલ્લા ત્રણ વર્ષોમાં વિવિધ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. તેમના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં જી20 મીટિંગો તેમજ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું 10મું સંસ્કરણ, બંને સફળતાપૂર્વક સંપન્ન થયા છે. તેમના નેતૃત્વ હેઠળ આજે ગુજરાત દેશનું સેમિકન્ડક્ટર હબ અને રિન્યુએબલ હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. 

છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 11 જેટલી મહત્વપૂર્ણ પોલિસીઓ લોન્ચ કરી છે, જે ગુજરાતની પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકેની છબિને વધુ મજબૂત બનાવે છે. ગુજરાતની જનતાની સેવાના ત્રણ વર્ષોમાં ભૂપેન્દ્ર પટેલ અને તેમની ‘ટીમ ગુજરાત’એ તમામ ક્ષેત્રોમાં ઝડપી વિકાસને વેગ આપ્યો છે. વડાપ્રધાને ‘વિકસિત ભારત @2047’નું જે વિઝન આપ્યું છે, તેને ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ની નેમ સાથે સાકાર કરવા માટે મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર પ્રતિબદ્ધતાથી કાર્ય કરી રહી છે. મુખ્યમંત્રીના 3 વર્ષના કાર્યકાળ દરમિયાન જાહેર થયેલી મહત્વપૂર્ણ યોજનાઓ, પહેલો, નીતિઓ અને ગુજરાતની સિદ્ધિઓ અંગે માહિતી મેળવીએ. 

ગુજરાતને મળ્યા એવોર્ડ્સ – મારું ગુજરાત, શ્રેષ્ઠ ગુજરાત

  • ‘એમ્પ્લોયમેન્ટ એક્ષચેન્જ સ્ટેટીસ્ટીક્સ–2023’ અનુસાર યુવાનોને રોજગારી આપવામાં ગુજરાત દેશમાં પ્રથમ
  • GeM પોર્ટલ મારફતે પારદર્શક ખરીદી અંગેની ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગુજરાતને સાત એવૉર્ડ
  • એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ (EPI) 2022ના ચાર મુખ્ય પિલર્સમાં એક્સપોર્ટ પર્ફોર્મન્સ પિલરમાં ગુજરાત પ્રથમ 
  • RBI બુલેટિન અનુસાર બેન્કો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા ગુજરાતમાં સૌથી વધુ 82 પ્રોજેક્ટ્સને પૂરું પાડવામાં આવ્યું ફંડ
  • ગુજરાત સરકારની ‘ગરવી-ગુર્જરી’ બની ભારત સરકારની ટ્રેડમાર્ક બ્રાન્ડ
  • ઇન્ડિયા એનિમલ હેલ્થ સમિટ-2022” માં ગુજરાતને “પશુપાલન સંબંધિત માળખાકીય સુવિધાઓમાં શ્રેષ્ઠ રાજ્ય”નો એવોર્ડ 
  • વિદ્યા સમીક્ષા કેન્દ્રને “જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી પુરસ્કાર”
  • PMJAY-MA યોજના હેઠળ સૌથી વધુ આયુષ્માન કાર્ડ બનાવવા માટે ભારત સરકાર તરફથી ગુજરાતને ‘આયુષ્માન ઉત્કૃષ્ટતા પુરસ્કાર 2022’ 
  • 8 જાન્યુઆરીના રોજ IKF-2023 રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે એક સાથે સૌથી વધુ દેશના નાગરિકો દ્વારા પતંગ ઉડાવવા માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

શાંત અને સુરક્ષિત ગુજરાત
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના ત્રણ વર્ષના સમયગાળામાં અનેક મોટી કામગીરી થઈ છે, જે કાબિલેદાદ છે અને ગુજરાતને સમૃદ્ધ રાજ્ય બનાવવા તરફ દોરી જાય છે. ગુજરાત પોલીસે એક વર્ષમાં ₹5640 કરોડનું ડ્રગ્સ પકડ્યું, 431 આરોપીઓ સામે 317 ગુના દાખલ થયા. ગુજરાત પોલીસની ટીમે માત્ર 20 દિવસમાં 2.58 લાખથી વધુ બેંક ખાતાઓ અનફ્રીઝ કર્યા. પોક્સો હેઠળના ગુન્હાઓમાં 10 દિવસમાં કાર્યવાહી કરીને 21 દિવસમાં ફાંસીની સજા કરાઈ. જીલ્લાના 650 પોલીસ સ્ટેશનો પૈકી 240 પોલીસ સ્ટેશનોને પી.આઇ. કક્ષાના પોલીસ સ્ટેશનમાં અપગ્રેડ કરવાનો નિર્ણય કરાયો. ગુજરાત માનવબલિ અને બીજી અમાનુષી, અનિષ્ટ તેમજ અઘોરી પ્રથા, કાળા જાદુ અટકાવવા નિર્મૂલન વિધેયક સર્વાનુમતે પસાર કરાયું. જાહેર ભરતી તથા બોર્ડની પરીક્ષામાં થતી ગેરરીતિ પર નિયંત્રણ લાવવા માટે કડક કાયદો બનાવાયો. ભ્રષ્ટ અને ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા મેળવેલી સંપત્તિઓને જપ્ત કરવા માટે ગુજરાત સ્પેશિયલ કોર્ટ્સ ઍક્ટ, 2024 અમલી કરાયો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news