લખનૌઃ કૃપાશંકર કન્નૌજિયા.. આ નામ ખુબ ચર્ચામાં છે. થોડા સમય પહેલા સુધી કૃપાશંકર ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના બીધાપુરમાં ડેપ્યુટી સુપ્રીટેન્ડેટ ઓફ પોલીસ (ડીએસપી) ના પદ પર તૈનાત હતા. પરંતુ તેમની એક હરકતે ન માત્ર તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું, પરંતુ નોકરીમાં પણ ડિમોશન કરી દેવામાં આવ્યું. ડીએસપી રહેલા કૃપાશંકર હવે પોલીસ કોન્સ્ટેબલની નોકરી કરતા જોવા મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કૃપાશંકર બીધાપુર સર્કલમાં ડીએસપીના પદ પર તૈનાત હતા. એક દિવસ તે સમય પર ઘરે પહોંચ્યા નહીં. તેને લઈને પત્નીએ ઉન્નાવના એસપીને ફરિયાદ કરી દીધી. એસપીએ ડીએસપી કૃપાશંકરના ફોનને સર્વેલાન્સ પર લગાવ્યો. જેનાથી તેના લોકેશનની જામકારી મળી. તેમનું લોકેશન કાનપુરની એક હોટલ હતું. ત્યારબાદ પોલીસની એક ટીમની રચના કરવામાં આવી અને ટીમને કાનપુર મોકલવામાં આવી. અહીં પર એક હોટલમાં તે મહિલા સિપાહી સાથે રૂમમાં જોવા મળ્યા હતા. 


નોકરીની શરૂઆત પોલીસ કોન્સ્ટેબલથી
કૃપાશંકર કન્નૌજિયાએ નોકરીની શરૂઆત કોન્સ્ટેબલ તરીકે કરી હતી. તે 1986માં સિપાહીના પદ પર તૈનાત થયા હતા. ત્યારબાદ તેમણે વિભાગીય પરીક્ષા આપી. તેને પાસ કરી સિપાહીથી ઈન્સ્પેક્ટર બન્યા. પછી થોડા સમય સુધી આ પદ પર કામ કર્યું. ત્યારબાદ તેમને વિભાગ તરફથી પ્રમોશન મળ્યું. તે ઈન્સ્પેક્ટર પદ પર તૈનાત કરવામાં આવ્યા. ત્યારબાદ આરઆઈ બની ગયા. પછી સીઓના રેન્ક પર પ્રમોટ કરવામાં આવ્યા. પરંતુ તેમની એક ભૂલને કારણે તેમને ગોરખપુર પીએસીમાં મોકલી આપવામાં આવ્યા. હજુ તેમણે સિપાહી તરીકે જોઈન કર્યું નથી.


આ પણ વાંચોઃ પતિ-પત્ની બંને સાંસદ, અખિલેશ-ડિમ્પલનો કમાલ, સૌથી પહેલા આ જોડીએ બનાવ્યો હતો રેકોર્ડ


કાનપુરમાં ક્યારે ઝડપાયા કૃપાશંકર?
ડીએસપી પદ પર કામ કરતા કૃપાશંકર કન્નૌજિયા આશરે જુલાઈ 2021માં કાનપુરની એક હોટલમાં મહિલા કોન્સ્ટેબલ સાથે ઝડપાયા હતા. તે સમયે બંને હોટલના રૂમમાં આપત્તિજનક સ્થિતિમાં હતા. ત્યારબાદ તેની વિરુદ્ધ કાર્યવાહી કરતા તેમનું ડિમોશન કરી દેવામાં આવ્યું. તેમના ડિમોશનનું આધાર પોલીસ નિયમાવલીનું ઉલ્લંઘન જણાવવામાં આવ્યું છે. જે હેઠળ પોલીસના પદ પર રહેતા તેમણે પોતાના જાહેર જીવનમાં સારા આચરણ, ઈમાનદાર હોવાની સાથે-સાથે યોગ્ય નાગરિક બનવાના કર્તવ્યોને ગણાવવામાં આવ્યા છે. 


મહિલા સિપાહી સાથે પહોંચ્યા હોટલ
ડીએસપીએ એસપી ઓફિસ પાસે પારિવારિક રજા માંગી હતી, પરંતુ તે પોતાના ઘરે નહીં પરંતુ કાનપુરની એક હોટલમાં પહોંચી ગયા. આ દરમિયાન તેમણે પ્રાઇવેટ અને પર્સનલ બંને નંબર બંધ રાખ્યા હતા. તેમનું લોકેશન ટ્રેસ કરતા જાણવા મળ્યું કે તે કાનપુરની એક હોટલમાં છે. હોટલના સીસીટીવીની તપાસમાં તે મહિલા કોન્સ્ટેબલ સાથે ચેકઇન કરતા જોવા મળ્યા હતા. 


ક્યાં રહે છે કૃપાશંકર?
કૃપાશંકર મૂળરૂપથિ દેવરિયાના રહેવાસી છે. તે સમય પર ઘરે ન પહોંચ્યા તો તેમની પત્નીએ એસપીને ફરિયાદ કરી દીધી અને તપાસ બાદ  ડીજીપીએ તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. તે વિભાગની છબી ખરાબ કરતું આચરણ કરતા જોવા મળ્યા, તેના કારણે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. હવે તેમની 26મી વાહિની દળમાં નિમણૂંક કરવામાં આવી છે.