પતિ-પત્ની બંને સાંસદ, અખિલેશ-ડિમ્પલ યાદવનો કમાલ, સૌથી પહેલા આ જોડીએ બનાવ્યો હતો રેકોર્ડ

Husband Wife Duo in Lok Sabha: 18મી લોકસભાના પ્રથમ સત્રની શરૂઆત આજથી થઈ છે અને આ સત્ર 3 જુલાઈ સુધી ચાલશે. આજ અને કાલે નવા સાંસદોને પ્રોટેમ સ્પીકર શપથ ગ્રહણ કરાવશે. સસાંસદમાં શપથની સાથે અખિલેશ યાદવ અને ડિમ્પલ યાદવે કમાલ કરી દીધો છે. હવે બંને એક સાથે સંસદમાં જોવા મળશે. અખિલેશ અને ડિમ્પલ ઉત્તરપ્રદેશથી પ્રથમ એવા કપલ બની ગયા છે જે એકસાથે લોકસભામાં જોવા મળશે. 
 

પહેલા અલગ-અલગ પહોંચ્યા હતા સંસદ

1/5
image

આ પ્રથમવાર નથી જ્યારે અખિલેશ યાદવ અને ડિમ્પલ યાદવ સંસદ પહોંચ્યા હોય, પરંતુ આ પહેલા બંને અલગ-અલગ સંસદ પહોંચ્યા હતા. 17મી લોકસભામાં પણ અખિલેશ અને ડિમ્પલ સાંસદ બન્યા હતા, પરંતુ બંને અલગ-અલગ સમયે લોકસભા પહોંચ્યા હતા. 

17મી લોકસભામાં અલગ-અલગ સાંસદ

2/5
image

2019ની લોકસભા ચૂંટણીમાં બંનેએ ચૂંટણી લડી હતી, પરંતુ અખિલેશ યાદવે આઝમગઢથી જીત મેળવી તો ડિમ્પલ યાદવે કન્નૌજથી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ મુલાયમ સિંહના નિધન બાદ ખાલી થયેલી મૈનપુરી સીટથી ડિમ્પલ યાદવે પેટાચૂંટણીમાં જીત મેળવી હતી. પરંતુ ત્યારે અખિલેશ યાદવે લોકસભામાંથી રાજીનામુ આપી દીધું હતું. 

પપ્પૂ યાદવના નામે છે અનોખો રેકોર્ડ

3/5
image

 

સંસદમાં એક સાથે પહોંચવાનો રેકોર્ડ પપ્પૂ યાદવ અને તેની પત્ની રંજીતા રંજનના નામે છે. 2004 અને 2014ની લોકસભા ચૂંટણીમાં જીત મેળવી બંને એક સાથે લોકસભા પહોંચ્યા હતા. પરંતુ બંને અલગ-અલગ પાર્ટીમાંથી જીત મેળવી સંસદમાં પહોંચ્યા હતા.

 

પપ્પૂ-રંજીતા અલગ-અલગ ગૃહમાં સાંસદ

4/5
image

પપ્પૂ યાદવ અને રંજીતા રંજન હજુ પણ સાંસદ છે, પરંતુ બંને અલગ-અલગ ગૃહના સભ્ય છે પપ્પૂ યાદવ આ વખતે બિહારની પૂર્ણિયા લોકસભા સીટથી જીતી સંસદમાં પહોંચ્યા છે, જ્યારે રંજીતા કોંગ્રેસ પાર્ટી તરફથી રાજ્યસભા સાંસદ છે. બંને ત્રીજીવાર એક સાથે સંસદ પહોંચ્યા છે. 

ધર્મેન્દ્ર-હેમા માલિની પણ પહોંચ્યા હતા સંસદ

5/5
image

આ સિવાય હેમા માલિની અને ધર્મેન્દ્ર પણ એક સાથે સંસદ પહોંચી ચૂક્યા છે. પરંતુ આ બંને અલગ-અલગ ગૃહના સભ્ય હતા. ધર્મેન્દ્રએ 2004માં રાજસ્થાનના બીકાનેરથી ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણી જીતી હતી, જ્યારે હેમા માલિની તે સમયે રાજ્યસભા સાંસદ હતા.