તૌકતેએ મચાવી તબાહી: મુંબઈથી આવેલો આ Video જેણે જોયો તેના હાજા ગગડી ગયા
ચક્રવાતી તોફાન તૌકતેએ ગુજરાત અગાઉ ગોવા, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં કહેર વર્તાવ્યો. ભીષણ ચક્રવાત સોમવારે રાતે ગુજરાતના સૌરાષ્ટ્ર કાંઠે ટકરાયું અને આ દરમિયાન 185 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી પવન ફૂંકાયો. હવામાન ખાતા મુજબ વાવાઝોડું તૌકતે ગુજરાત માટે છેલ્લા 23 વર્ષમાં ટકરાયેલું સૌથી વિનાશકારી સાબિત થયું છે.
મુંબઈ: ચક્રવાતી તોફાન તૌકતેએ ગુજરાત અગાઉ ગોવા, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં કહેર વર્તાવ્યો. ભીષણ ચક્રવાત સોમવારે રાતે ગુજરાતના સૌરાષ્ટ્ર કાંઠે ટકરાયું અને આ દરમિયાન 185 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી પવન ફૂંકાયો. હવામાન ખાતા મુજબ વાવાઝોડું તૌકતે ગુજરાત માટે છેલ્લા 23 વર્ષમાં ટકરાયેલું સૌથી વિનાશકારી સાબિત થયું છે.
મહારાષ્ટ્રમાં પણ તૌકતેએ દેખાડી ભારે અસર
વિરાર વેસ્ટમાં 20 કલાકથી લાઈટ જ નથી. સવારે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ અને પાણી ભરાયેલા જોવા મળ્યા છે. જેનું કારણ તોફાન તૌકતેની આડઅસર ગણાઈ રહી છે. એ જ રીતે કેટલાક વિસ્તારોમાં સામાન્ય જનસેવાઓ પ્રભાવિત થયાના અહેવાલ સામે આવી રહ્યા છે.
મહિલાનો વીડિયો થયો વાયરલ
મુંબઈમાં તોફાનના કારણે અનેક જગ્યાએ ઝાડ પડ્યા છે અને વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. એક વિસ્તારમાં સીસીટીવીમાં કેદ થયેલું આ દ્રશ્ય જોશો તો હચમચી જશો. પળવારનું મોડું થયું હોત તો મહિલાનો જીવ જતો રહ્યો હોત. આ ઘટના મુંબઈના વિક્રોલીની છે. જેમાં જોઈ શકાય છે કે મહિલા વરસાદ દરમિયાન રસ્તા પર છત્રી લઈને ચાલી રહી છે. તેની પાસેથી અનેક વાહનો પણ પસાર થાય છે. આ દરમિયાન મહિલા થોડું ચાલીને અચાનક પાછળ ચાલવા લાગે છે. અને એક મોટું ઝાડ પળભરમાં જમીન દોસ્ત થાય છે. ઝાડ પડ્યું ત્યારે થ્યાં ફક્ત મહિલા જ હતી. જો તે તરત ત્યાંથી ન ભાગી જાત તો મોટી દુર્ઘટના ઘટી શકે તેમ હતી.
જુઓ Video
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube