મોંઘવારીના મોરચે સામાન્ય માણસોને મોટો ઝટકો મળી શકે છે. બિસ્કિટ, નૂડલ્સ અને અનેક પ્રકારના ડિટર્જન્ટ સાબુના ભાવમાં 6થી 7 ટકાનો વધારો જોવા મળી શકે છે. ધ ઈકોનોમિક્સ ટાઈમ્સના એક રિપોર્ટ મુજબ ભારત સરકારે બેઝિક કસ્ટમ ડ્યૂટીને 20 ટકા વધારવાનો નિર્ણય લીધો છે. વધારો ક્રૂડ અને રિફાઈન્ડ એડિબલ ઓઈલમાં કરાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ વધી શકે ભાવ
અહીં સમજવા જેવી વાત એ છે કે જે રિફાઈન્ડ એડિબલ ઓઈલ હોય છે તે મોટાભાગની FMCG કંપનીઓ માટે રો મટિરિયલનો 12થી 20 ટકા ભાગ હોય છે. કંપનીઓ પાસે હજુ 1થી 2 મહિનાની ઈન્વેન્ટરી કંપનીઓ પાસે છે આવામાં ભાવ વધવા એ સ્વાભાવિક લાગે છે. જાણકારો એમ પણ કહે છે કે પામ ઓઈલ ઉપરાંત બીજી ઈમ્પોર્ટ કોસ્ટ પણ વધી ગઈ છે, જેમાં ઘઉના ભાવમાં વધારો જોવા મળ્યો છે. 


ક્રૂડ અને રિફાઈન્ડ પામ ઓઈલનું મોંઘવારી સાથે કનેક્શન
ભારત જેવા દેશમાં 95 ટકા તેલની આપૂર્તિ ઈમ્પોર્ટ દ્વારા થાય છે આવામાં જ્યારે ઈનપુટ ડ્યૂટી વધારવામાં આવે છે તો અનેક કેટેગરીના પ્રોડક્ટ્સ પર તેની સીધી અસર જોવા મળે છે. ક્રૂડ પામ ઓઈલ એક ખુબ જરૂરી ઈનપુટ છે જેનો ઉપયોગ કપડાં સાફ કરવાના ડિટર્જન્ટ, શેમ્પુ અને કોસ્મેટિકમાં થાય છે. એ જ રીતે જે રિફાઈન્ડ પામ ઓઈલ હોય છે તે બિસ્કિટ, નૂડલ્સ અને ચોકલેટમાં સૌથી વધુ વપરાય છે. 


ફૂડ બિઝનેસમાં મોંઘવારીનું કારણ?
ધ ઈકોનોમિક ટાઈમ્સ સાથે વાત કરતા ડાબરના ચીફ એક્ઝીક્યુટિવ મોહિત મલ્હોત્રા કહ્યું કે અમને લાગે છે કે વર્ષના બીજા ત્રિમાસિકમાં મોંઘવારી જોવા મળી શકે છે. ખાદ્ય મોંઘવારી સતત વધી રહી છે જેના કારણે ફૂડ બિઝનેસમાં પણ કેટલીક ચીજોના ભાવ વધારવા પડી શકે છે.