Registration For Kedarnath Dham Yatra: ચારધામ યાત્રા પર નીકળેલા શ્રદ્ધાળુઓની ચિંતા ખરાબ વાતાવરણ વધારી રહ્યું છે. ઉત્તરાખંડમાં વાતાવરણ ખરાબ છે તેના કારણે યાત્રાળુઓને યાત્રાના માર્ગમાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ઉત્તરાખંડમાં વાતાવરણ હજુ પણ ત્રણ ચાર દિવસ સુધી ખરાબ રહેવાનું હોવાથી કેદારનાથ યાત્રા પર રોક લગાવવામાં આવી છે. ઉત્તરાખંડ સરકાર તરફથી આ અંગે જાણકારી આપવામાં આવી છે. કેદારનાથમાં ખરાબ વાતાવરણની શક્યતાઓને ધ્યાનમાં રાખીને યાત્રા માટેની નોંધણી આઠ મે સુધી રોકી દેવામાં આવી છે. મહત્વનું છે કે ચાર મે સુધીમાં એક લાખથી વધુ શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામમાં દર્શન કરી ચૂક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


ગૌતમ બુદ્ધે કહ્યું હતું કે દરેક વ્યક્તિની '4 પત્ની' હોવી જોઈએ, જાણો શાં માટે?


Manipur Violence: મણિપુર હિંસા પર સરકાર કડક, તોફાનીઓને જોતા જ ગોળી મારવાના આદેશ


300ની સ્પીડ, હેલ્મેટ ફાટ્યું : Video બનાવતી વખતે ફેમસ Youtuberનું થયું ભયાનક મોત


કેદારનાથ ધામમાં સતત બરફ વર્ષા થઈ રહી છે અને રસ્તા પર હિમ સ્ખલન થવાના કારણે નિર્ણય લેવામાં આવ્યો છે કે આઠ મે સુધી શ્રદ્ધાળુઓ માટે યાત્રાની નોંધણી બંધ કરવામાં આવશે. યાત્રાના રસ્તા પર જે સમસ્યાઓ આવી રહી છે તેને ધ્યાનમાં રાખીને 8 મે સુધી ચારધામ યાત્રા માટે નોંધણી બંધ કરવામાં આવી છે. 


મહત્વનું છે કે ગુરુવાર સાંજે કેદારનાથ ધામમાં બરફ વર્ષા થઈ હતી. જેના કારણે બપોર થી ચાલીને જવાનો રસ્તો બંધ કરવો પડ્યો હતો. ત્યાર પછી જવાનોએ તીર્થયાત્રીઓ માટે સુરક્ષિત રસ્તાની વ્યવસ્થા કરી હતી. ગુરુવારે સવારે 9:00 કલાક થી સાંજે ચાર સુધીમાં 9,533 લોકોએ કેદારનાથ દર્શન કર્યા હતા.