300ની સ્પીડ, હેલ્મેટ ફાટ્યું : Video બનાવતી વખતે ફેમસ Youtuberનું થયું મોત, કાબૂમાં ન રહી બાઈક

Youtuber: મળતી માહિતી મુજબ, યુટ્યુબર અગસ્ત્ય પોતાની રેસિંગ બાઇક પર આગ્રાથી દિલ્હી જઈ રહ્યો હતો. દરમિયાન તેની બાઇકે કાબુ ગુમાવી દીધો હતો અને રસ્તામાં ડિવાઇડર સાથે અથડાઇ હતી. જોકે યુટ્યુબરે (Youtuber) હેલ્મેટ પહેરી હતી.

300ની સ્પીડ, હેલ્મેટ ફાટ્યું : Video બનાવતી વખતે ફેમસ Youtuberનું થયું મોત, કાબૂમાં ન રહી બાઈક

Youtuber Death: એક ફેમસ Youtuber નું ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. પોલીસનું કહેવું છે કે દિલ્હી સ્થિત યુટ્યુબર (Youtuber) યમુના એક્સપ્રેસ વે પર 300ની ઝડપે બાઇક ચલાવતી વખતે વીડિયો બનાવી રહ્યો હતો. આ જ સમયે બાઇક ડિવાઇડર સાથે અથડાઇ હતી, જેમાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

ઉત્તર પ્રદેશના અલીગઢના ટપ્પલ પોલીસ સ્ટેશન સ્થિત યમુના એક્સપ્રેસ વે પર એક યુટ્યુબર 300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બાઇક ચલાવી રહ્યો હતો. આ દરમિયાન યુટ્યુબરની બાઇક ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

મળતી માહિતી મુજબ, યુટ્યુબર અગસ્ત્ય પોતાની રેસિંગ બાઇક પર આગ્રાથી દિલ્હી જઈ રહ્યો હતો. દરમિયાન તેની બાઇકે કાબુ ગુમાવી દીધો હતો અને રસ્તામાં ડિવાઇડર સાથે અથડાઇ હતી. જોકે યુટ્યુબરે (Youtuber) હેલ્મેટ પહેરી હતી. આમ છતાં તેનો જીવ બચ્યો ન હતો. અકસ્માત દરમિયાન માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

જણાવવામાં આવી રહ્યું છે કે મૃતક અગસ્ત્ય ચૌહાણ દિલ્હીનો રહેવાસી હતો. તે યુટ્યુબ ચેનલ (Youtuber)ચલાવતો હતો. આ માટે તે વીડિયો બનાવતો હતો. યુટ્યુબ પર તેના કરોડો દર્શકો અને લાખો સબ્સ્ક્રાઇબર્સ છે. યુટ્યુબર (Youtuber) અગસ્ત્ય ચૌહાણ બાઇક ચલાવતી વખતે પ્રોફેશનલ વીડિયો બનાવતો હતો. તેણે તેના વીડિયોમાં ડિસ્ક્લેમર પણ મૂક્યું હતું અને લોકોને ઝડપથી વાહન ન ચલાવવાની ચેતવણી આપી હતી.

આ પણ ખાસ વાંચોઃ  Video Viral: કોહલીની વિકેટની ઉજવણી આ બોલરને પડી ભારે, અમ્પાયરે અચાનક મારી થપ્પડ
આ પણ ખાસ વાંચોઃ  Video Viral: નાક પાસે આંગળી રાખીને કોહલી અને ગંભીરે શું ઈશારો કર્યો કે ઉભી થઈ બબાલ?
આ પણ ખાસ વાંચોઃ  ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ અચાનક લીધો મોટો નિર્ણય, હવે તે બીજા દેશમાં રમતો દેખાશે!
​આ પણ ખાસ વાંચોઃ  ચાલુ મેચમાં કોહલી જોડે બાખડ્યો પંડ્યાં! માથે ચઢ્યો છે કેપ્ટનશીપનો ઘમંડ, Video Viral

યુટ્યુબર (Youtuber)અગસ્ત્ય ચૌહાણ દિલ્હીમાં યોજાનારી લોંગ રાઈડ સ્પર્ધામાં ભાગ લેવા નીકળ્યો હતો. અગસ્ત્યએ તેની રેસિંગ બાઇક લગભગ 300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવવાનો પ્રયાસ કર્યો. અગસ્ત્ય બાઇક ચલાવતી વખતે વીડિયો પણ બનાવતો હતો.

જ્યારે અગસ્ત્યએ યમુના એક્સપ્રેસવે પર પહેલીવાર 300ની ઝડપે રેસિંગ બાઇક ચલાવી ત્યારે તે બાઇકને સંભાળી શક્યો નહોતો. આ દરમિયાન ડિવાઈડર સાથે અથડાતાં અગસ્ત્યનું મોત થયું હતું. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

આ પણ ખાસ વાંચોઃ  ચાલતી કારમાંથી ડોકિયું કરવા નથી હોતું સનરૂફ, બહુ ઓછા લોકો જાણો છે તેનો અસલી ઉપયોગઆ પણ ખાસ વાંચોઃ  Jio Best Plan: આવી ગયો છે જિયોનો સૌથી સસ્તો પ્લાન, 895 રૂપિયામાં 11 મહિના મોજ કરો
આ પણ ખાસ વાંચોઃ  25 વર્ષ સુધી વિજળી વિના ચાલશે AC! અપનાવો આ સૌથી સરળ ટ્રિક
આ પણ ખાસ વાંચોઃ  iPhone 15 અંગે અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો! કરોડો યુઝર્સને પડી જશે મોજ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news