Ministers from Gujarat: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના રાજકીય પ્રવાસે છે. પીએમ મોદીએ 21મી જૂને સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ  કાર્યક્રમનું નેતૃત્વ કર્યું. તેઓએ આજે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી ઝીલ બાઈડેન સાથે વ્હાઈટ હાઉસમાં મુલાકાત કરી. તેમના સન્માનમાં વ્હાઈટ હાઉસમાં ડિનરનું આયોજન થયું. એક ગુજરાતી તરીકે દરેક માટે ગર્વની વાત છે. પીએમ મોદીના કાર્યકાળમાં ગુજરાતનો પણ દબદબો વધ્યો છે. હાલ કેન્દ્રીય મંત્રી મંડળમાં ગુજરાતથી 8 મંત્રી છે. જે એક રેકોર્ડ બન્યો છે. જો કે આ અગાઉ જ્યારે ઈન્દિરા ગાંધી પ્રધાનમંત્રી હતા ત્યારે પણ એવું બન્યું હતું કે ગુજરાત તરફ સૌથી વધુ 7 મંત્રી હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈન્દિરા ગાંધીના સમયમાં ગુજરાતથી 7 મંત્રીઓ
ઈન્દિરા ગાંધીએ 1966 થી 1977 દરમિયાન ભારતના પ્રધાનમંત્રી કાર્યકાળ સંભાળ્યો હતો. તે વખતે ગુજરાતથી સૌથી વધારે 7 મંત્રીઓ બનાવવામાં આવ્યા હતા. આ સાત મંત્રીઓ નીચે મુજબ છે. 
1. મોરારજી દેશાઈ
2. કે કે શાહ
3. જયસુખ હાથી
4. ચરણ સિંહ
5. હિતેન્દ્ર દેસાઈ
6. મનુભાઈ શાહ
7. અશોક મહેતા


પણ હવે મોદી સરકાર તેમનાથી એક ડગલું આગળ જોવા મળી રહી છે. નરેન્દ્ર મોદી 2014થી લઈને છેલ્લા 9 વર્ષથી દેશના પ્રધાનમંત્રી છે. તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતથી સૌથી વધુ મંત્રીઓ છે. જે એક રેકોર્ડ છે. કારણ કે હાલ ગુજરાતથી 8 મંત્રીઓ કેન્દ્રીય સરકારમાં કાર્યરત છે. તેમના નામની યાદી આ મુજબ છે...


1. સૌથી પહેલા તો પીએમ મોદી પોતે
2. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
3. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા
4. વિદેશ મંત્રી એસ જયશંકર
5. પુરુષોત્તમ રૂપાલા
6. મહેન્દ્ર મંજપુરા
7. દેવુસિંહ ચૌહાણ
8. દર્શના જરદોશ


આ સિવાય જોઈએ તો જ્યારે ચંદ્રશેખર પ્રધાનમંત્રી પદે હતા ત્યારે મનુભાઈ કોટડિયા, જયંતી શાહ, શાંતિ લાલ પટેલ મંત્રી તરીકે હતા. મોરારજી દેસાઈના સમયે એક જ મંત્રી એચ એમ પટેલ હતા. ગુલઝારી નંદાના સમયે 2 મંત્રી ગુજરાતથી હતા. જેમાં મનુભાઈ શાહ, જયસુખ હાથીનો સમાવેશ થાય છે. લાલ બહાદુર શાસ્ત્રીના ગાળામાં પણ મનુભાઈ શાહ અને જયસુખ હાથી હતા. રાજીવ ગાંધીના સમયગાળામાં એક માત્ર માધવસિંહ સોલંકી મંત્રી પદે હતા. અટલ બિહાર વાજપેયીના સમયમાં કાશી રામ રાણા અને એકે પટેલ ગુજરાતથી મંત્રી હતા. મનમોહનસિંહના સમયમાં ગુજરાતથી 3 મંત્રી હતા જેમાં શંકરસિંહ વાઘેલા, દિનશા પટેલ અને ભરતસિંહનો સમાવેશ થાય છે.