હરિયાણા ચૂંટણી: દુષ્યંત ચૌટાલા ટ્રેક્ટર પર તો CM ખટ્ટર સાઈકલ ચલાવી મત આપવા પહોંચ્યા
જેજેપી પ્રમુખ દુષ્યંત ચૌટાલા પરિવાર સાથે ટ્રેક્ટર પર સવાર થઈને બૂથ પર પહોંચ્યા હતાં. જ્યારે મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર પણ ક્યાં પાછળ રહે. કરનાલમાં તેઓ સાઈકલ ચલાવીને બૂથ પર પહોંચ્યા અને મતદાન કર્યું.
નવી દિલ્હી: હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલુ છે. નાગરિકો અને સાથે સાથે મશહૂર હસ્તીઓ પણ હોશભેર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહી છે. આ દરમિયાન દિગ્ગજો મતદાન કેન્દ્રો સુધી પહોંચવા માટે એવા એવા તરીકા અપનાવી રહ્યાં છે જેનાથી લોકોનું પણ સ્વાભાવિકપણે તેમના તરફ ધ્યાન ખેંચાયું. જેજેપી પ્રમુખ દુષ્યંત ચૌટાલા પરિવાર સાથે ટ્રેક્ટર પર સવાર થઈને બૂથ પર પહોંચ્યા હતાં. જ્યારે મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર પણ ક્યાં પાછળ રહે. કરનાલમાં તેઓ સાઈકલ ચલાવીને બૂથ પર પહોંચ્યા અને મતદાન કર્યું.
હરિયાણાની વિધાનસભા ચૂંટણીની પળેપળની અપડેટ માટે કરો ક્લિક...
નોંધનીય છે કે મનોહરલાલ ખટ્ટર કરનાલ વિધાનસભા બેઠકથી ચૂંટણી લડી રહ્યાં છે. સોમવારે મતદાન શરૂ થયા બાદ સવા 10 વાગ્યાની આસપાસ તેઓ સાઈકલ પર સવાર થઈને બૂથ પર મતદાન માટે પહોંચ્યા હતાં. તેમણે આ રીતે સાઈકલ ચલાવીને મતદાન જવા પાછળ પર્યાવરણ પ્રત્યે સજાગ રહેવાનો સંદેશ પ્રદેશના લોકોને આપ્યો. મતદાન કરવા જતા પહેલા તેમણે લોકોને મતદાન માટે અપીલ પણ કરી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે મજબુત સરકાર માટે જનતાનો એક એક મત નિર્ણાયક છે.
હરિયાણા: 'મત આપવો એ ગાયને ખાવાનું ખવડાવવા જેટલું પુણ્યનું કામ છે'
તેમણે કહ્યું કે કરનાલ સહિત પ્રદેશની અનેક બેઠકો પર કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ હારેલી બાજી રમી રહી છે. તેઓ હાર માની ચૂકી છે. ખટ્ટર આ દરમિયાન પાર્ટીની જીતને લઈને ખુબ નિશ્ચિત જોવા મળ્યાં. તેમણે કોંગ્રેસ પર ભ્રમ ફેલાવવાનો પણ આરોપ લગાવ્યો અને દાવો કર્યો કે ભાજપ પ્રદેશમાં ત્રણ ચતુર્થાંશ બહુમતી લાવી શકે છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...