હરિયાણા ચૂંટણી LIVE: સાંજે 5.40 કલાક સુધી રાજ્યમાં 61.21 % મતદાન નોંધાયું

હરિયાણા વિધાનસભા ચૂંટણી (Haryana Assembly Elections 2019) માટ આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું.

Viral Raval Viral Raval | Updated: Oct 21, 2019, 06:06 PM IST
હરિયાણા ચૂંટણી LIVE: સાંજે 5.40 કલાક સુધી રાજ્યમાં 61.21 % મતદાન નોંધાયું
તસવીર-IANS

નવી દિલ્હી/ચંડીગઢ: હરિયાણા વિધાનસભા ચૂંટણી (Haryana Assembly Elections 2019) માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું. લોકોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદાન કેન્દ્રોમાં પર લાંબી લાઈનો લાગી છે. મતદાન પ્રક્રિયા શાંતિપૂર્વક પૂરી થાય તે માટે રાજ્યમા મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓને તહેનાત કરાયા છે. ભાજપ રાજ્યમાં સતત બીજીવાર 75 પ્લસ સાથે સત્તામાં પાછી ફરવા માંગે છે જ્યારે કોંગ્રેસ અને જેજેપી સાથે તેનો કડક મુકાબલો છે. 

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી LIVE: તમામ અપડેટ્સ માટે કરો ક્લિક...

સાંજે 5.40 કલાક સુધી 61.21 ટકા મતદાન નોંધાયું છે. સવારથી ધીમું મતદાન ચાલ્યા પછી સાંજે મતદાનમાં વેગ જોવા મળ્યો હતો. 

બપોરે 3 વાગ્યા સુધીમાં 45 ટકા મતદાન
ધીમી ગતિએ મતદાન થઈ રહ્યું છે. છેલ્લા કલાકોમાં મતદાન વધે તેવી આશા સેવાઈ રહી છે. બપોરે એક વાગ્યા સુધીમાં 33.74 ટકા મતદાન નોંધાયું હતું જ્યારે અઢી વાગ્યા સુધીમાં 37.24 ટકા મતદાન નોંધાયું જ્યારે બપોરે 3 વાગ્યા સુધીમાં 45 ટકા મતદાન નોંધાયું છે. 

હોકી ટીમના પૂર્વ કેપ્ટને કર્યું મતદાન
ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન અને પેહવા સીટથી ભાજપના ઉમેદવાર સંદીપ સિંહે કુરુક્ષેત્રના એક પોલીંગ બૂથ પર જઈને મતદાન કર્યું. કોંગ્રેનસા વરિષ્ઠ નેતા અને હરિયાણાના પૂર્વ સીએમ ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ રોહતકમાં એક પોલીંગ બૂથ પર જઈને મત આપ્યો. 

સીએમ મનોહરલાલ ખટ્ટર સાઈકલ ચલાવીને મતદાન મથકે પહોંચ્યા
હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરસાઈકલ ચલાવીને મતદાન મથકે પહોંચ્યા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. હરિયાણામાં સવારે 11 વાગ્યા સુધીમાં 18.62% મતદાન નોંધાયું છે. 

દુષ્યંત ચૌટાલા ટ્રેક્ટર ચલાવીને મતદાન મથકે પહોંચ્યા
જનનાયક જનતા પાર્ટી (જેજેપી)ના નેતા દુષ્યંત ચૌટાલા અને તેમનો પરિવાર ટ્રેક્ટરમાં સવાર થઈને મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચ્યાં. 

પહેલા મતદાન પછી જલપાન
પ્રદેશના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે પણ લોકોને મતદાન કરવાની અપીલ કરી. તેમણે ટ્વીટર પર લખ્યું કે પહેલા મતદાન પછી જલપાન. હું મારો મત આપવા જઈ રહ્યો છું. પ્રદેશના તમામ નાગરિકોને વિનમ્ર અપીલ કરું છું કે તમે પણ તમારા મતદાન કેન્દ્ર જઈને મતાધિકારનો ઉપયોગ જરૂર કરો. મજબુત સરકાર બનાવવા માટે તમારો એક-એક મત નિર્ણાયક છે. 

દંગલ ગર્લ્સે કર્યું મતદાન
ચરખી દાદરી બેઠકથી ભાજપના ઉમેદવાર મહિલા પહેલવાન બબીતા ફોગટે તેમની બહેન ગીતા ફોગટ, પિતા મહાવીરસિંહ ફોગટ અને માતા સાથે બલાલી ગામમાં પોલિંગ બૂથ પર મતદાન કર્યું. બબીતા ફોટગત આ બેઠક પરથી કોંગ્રેસના નૃપેન્દ્ર સિંહ સાંગવાન અને જેજેપી ઉમેદવાર સત્યપાલ સાંગવાન વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં છે. 

યોગેશ્વર દત્તે કર્યું મતદાન
બરોડા બેઠકથી ઓલિમ્પિક મેડલિસ્ટ અને ભાજપના ઉમેદવાર યોગેશ્વર દત્તે સવાર સવારમાં મતદાનની ફરજ બજાવી. તેઓ અહીં  કોંગ્રેસના કૃષ્ણા હુડ્ડા સામે ચૂંટણીના મેદાનમાં છે.

આ બાજુ ટિકટોક સ્ટાર અને આદમપુરથી ભાજપના ઉમેદવાર સોનાલી ફોગટે પણ સવારમાં જ મતદાન કર્યું. તેઓ અહીં કોંગ્રેસના વરિષ્ઠ નેતા કુલદીપ બિશ્નોઈ સામે ચૂંટણી લડી રહ્યાં છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કુમારી શૈલજાએ હિસારના યશોદા પબ્લિક સ્કૂલમાં બનાવવામાં આવેલા મતદાન મથક 103 પર સવારે મત આપ્યો. 

બાદશાહપુરમાં ઈવીએમ ખોટકાયુ
મતદાનના શરૂઆતના દોરમાં બાદશાહપુર બેઠકના પોલીંગ બૂથ નંબર 286 પર ઈવીએમ મશીનમાં ગડબડી આવી અને તેના કારણે મતદાનની પ્રક્રિયા અટકી હતી. 

હરિયાણામાં કોંગ્રેસ સત્તામાં પાછી ફરવા માંગે છે. જો કે તેનો પ્રચાર ભાજપની સરખામણીમાં ફીકો રહ્યો. મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના નેતૃત્વમાં ભાજપ 75 પ્લસનો નારો લઈને મેદાનમાં છે. હરિયાણામાં વિભિન્ન રાજકીય પક્ષોના 1169 ઉમેદવારો પોતાનું ભાગ્ય અજમાવી રહ્યાં છે. ઈન્ડિયન નેશનલ લોકદળમાંથી અલગ થઈને દુષ્યંત ચૌટાલાના નેતૃત્વમાં બનેલી જનનાયક જનતા પાર્ટી (જેજેપી) પણ લોકસભામાં હાર બાદ પોતાની સંભાવનાઓમાં સુધારાની આશા કરી રહી છે. જેજેપી માટે આ કરો યા મરો જેવી ચૂંટણી છે. જો આ વખતે પણ પાર્ટીનું પ્રદર્શન ન સુધર્યું તો જેજેપી માટે આગળ મુશ્કેલ રસ્તો રહેશે. હરિયાણામાં બસપા, આમ આદમી પાર્ટી, ઈન્ડિયન નેશનલ લોકદળ, શિરોમણી અકાલી દળ, સ્વરાજ ઈન્ડિયા અને લોકતાંત્રિક સુરક્ષા પાર્ટીએ પણ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. 

ગુજરાતની 6 પેટાચૂંટણીઓ માટે થઈ રહ્યું છે મતદાન, તમામ અપડેટ્સ માટે કરો ક્લિક...

હરિયાણામાં આ દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર
હરિયાણામાં મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર (કરનાલ), પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ વિધાયક દળના નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા (ગઢી સાંપલા કિલોઈ), રણદીપ સિંહ સુરજેવાલા (કૈથલ), કિરણ ચૌધરી (તોશામ) અને કુલદીપ બિશ્નોઈ (આદમપુર) તથા જેજેપીના દુષ્યંત ચૌટાલા (સોનીપતમાં બરોડા ), સંદીપ સિંહ (પેહોવા)નું ભાગ્ય દાવ પર લાગેલુ છે. જનતા તેમને ઈચ્છે છે કે નહીં તે આજે ખબર પડશે. ભાજપે ટિકટોક સ્ટાર સોનાલી ફોગટને આદમપુર સીટથી ભજનલાલનો કિલ્લો ધ્વસ્ત કરવા માટે ચૂંટણી મેદાનમાં ઉતારી છે. 

જુઓ LIVE TV

17 રાજ્યોની 51 વિધાનસભા બેઠકો માટે પણ પેટાચૂંટણી
આ સાથે 17 રાજ્યોની 51 વિધાનસભા બેઠકો માટે પણ આજે મતદાન થઈ રહ્યું છે. ભાજપ શાસિત ઉત્તર પ્રદેશની 11 બેઠકો, ગુજરાતની 6 બેઠકો, બિહારની પાંચ, અસમની ચાર અને હિમાચલ પ્રદેશ તથા તામિલનાડુની 2-2 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી થઈ રહી છે. અન્ય રાજ્યોમાં જ્યાં પેટાચૂંટણી થઈ રહી છે તેમાં પંજાબની ચાર બેઠકો, કેરળની પાંચ, સિક્કિમની 3, રાજસ્થાનની 2 અને અરુણાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, પુડ્ડુચેરી, મેઘાલય અને તેલંગણાની એક એક વિધાનસભા બેઠકો સામેલ છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...