નવી દિલ્હીઃ Dussehra 2022: વિજયાદશમીના તહેવાર પર દેશભરમાં રાવણનું દહન કરવામાં આવ્યું છે. બિહારથી લઈને પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બિહારની રાજધાની પટનાના ઐતિહાસિક ગાંધી મેદાન પર દશેરાના તહેવાર નિમિતે રાવણ દહન કરવામાં આવ્યું છે. તો પંજાબના અમૃતસરમાં રાવણ દહનની તસવીરો સામે આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તર પ્રદેશના ઘણા શહેરોમાં વરસાદ બાદ પણ રાવણ દહન કરવામાં આવ્યું છે. બુધવારે રાજધાની લખનઉ સહિત ઘણા જિલ્લામાં વરસાદ પડ્યો હતો. દશેરાના દિવસે વરસાદને કારણે કાનપુર, લખનઉ તથા અન્ય જિલ્લામાં ઘણી જગ્યાએ રાવણ દહનના સ્થાનો પર પાણી ભરાઈ ગયું જેથી રાવણ દહન કાર્યક્રમમાં વિઘ્ન પડ્યું હતું. 


રાજધાની લખનઉ તથા આસપાસના વિવિધ જિલ્લામાં આજે સવારથી વરસાદ શરૂ થયો હતો. ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લામાં આ વરસાદને કારણે દશેરા કાર્યક્રમના આયોજન પર ખરાબ અસર પડી હતી. ઘણી જગ્યાએ દહન માટે ઉભા કરાયેલા રાવણ, કુંભકર્ણ અને મેધનાથના કાગળના બનેલા પૂતળા પલળી ગયા હતા. 


લેહમાં રાવણ દહન કરવામાં આવ્યું
લદ્દાખના લેહમાં પોલો ગ્રાઉન્ડ પર દશેરાના દિવસે રાવણ દહન કરવામાં આવ્યું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube