પંજાબના અમૃતસરમાં દશેરના દિવસે રાવણ દહનમાં 61નું પણ દહન થયું. અમૃતસરમાં જોડા ફાટક પાસે સાંજે ટ્રેનની ઝપેટમાં આવતા 61 લોકો મર્યા, અને 50થી વધુ લોકો ઘાયલ થયા. આખા દેશ માટે આ સમાચાર બહુ જ શોકિંગ છે, પણ તેનાથી પણ વધુ શોકિંગ બાબત એ છે કે, લોકોનો ભોગ લેનાર આ દશેરો પહેલો નથી, આ પહેલા પણ દશેરાએ જ કેટલાક લોકોનો ભોગ લેવાયો હતો, અને ત્યારે પણ શુક્રવાર જ હતો. તે વખતે 33 લોકોના મોત થયા હતા. આમ, જો દશેરા પર આવતા શુક્રવારની તિથિ પર ધ્યાન આપીએ, તો માલૂમ પડશે કે આ દિવસે દશેરાનું આવવું શુભ નથી. એટલે કે, આ અકસ્માતનું ફ્રાઈડે કનેક્શન છે, જેનું કનેક્શન ચાર વર્ષ પહેલા પટનાના ગાંધી મેદાનમાં થયેલી ઘટના સાથે નીકળ્યું છે. એટલે કે કહી શકાય કે, દશેરાનું શુક્રવારે આવવું શુભ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમૃતસરની ઘટના બાદ પંજાબમાં એક દિવસનો રાજકીય શોક જાહેર કરાયો છે. અમૃતસરમાં ગઈકાલે જે દિવસે ટ્રેનની ઘટના બની હતી, તે દિવસે શુક્રવાર હતો. તો પટનામાં વર્ષ 2014માં જે ઘટના બની હતી, તે દિવસે પણ શુક્રવાર જ હતો. મતલબ કે, અત્યાર સુધીની ઘટનાઓ પરથી લાગે છે કે, શુક્રવારે દશેરાનું આવવું કોઈ મોટી ઘટનાના સંકેત છે. જો ગત 8 વર્ષોના દશેરાના દિવસો પર ધ્યાન આપીએ, તો 8 વર્ષોમાં બે વાર દશેરા શુક્રવારે આવ્યો છે. આ જ દિવસે મોટી ઘટનાઓ આવી છે. જેમાં જીવ ગુમાવાયા હતા.


હકીકતમાં, વર્ષ 2014માં પટનાના ગાંધી મેદાનમાં રાવણ દહન દરમિયાન ભાગદોડ થવાથી 33 લોકોના મોત થયા હતા અને 29 લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટના તે સમયે બની હતી, જ્યારે લોકો રાવણ દહન બાદ પટના ગાંધી મેદાન પરથી પરત ફરી રહ્યા હતા. આ મેદાનમાં દર વર્ષે હજારો લોકો આવી રહ્યાં છે. ગાંધી મેદાનથી બહાર નીકળતી ભીડમાંથી કેટલાક લોકોએ તેજીથી ચાલવાના અવાજ કાઢ્યા અને ભાગદોડ શરૂ થઈ હતી. 


દશેરાની 10 વર્ષમાં આવેલી તિથિ :


2011 - દશેરા (ગુરુવાર)
2012 - દશેરા (બુધવાર) 
2013 - દશેરા (રવિવાર) 
2014 - દશેરા (શુક્રવાર) પટનામાં ભાગદોડથી 33 લોકોના મોત
2015 - દશેરા (ગુરુવાર)
2016 - દશેરા (મંગળવાર)
2017 - દશેરા (શનિવાર) 
2018 - દશેરા (શુક્રવાર) અમૃતસર ટ્રેન અકસ્માતમાં 61ના મોત