નવી દિલ્હી: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)એ બાગી નેતા અજિત પવાર મનાવવા માટે એક ગુપ્ત સ્થાન પર મીટિંગ રાખી હતી. તેમને મનાવવા માટે એનસીપીના સીનીનિયર નેતા છગન ભુજબળ, પ્રફૂલ્લ પટેલ, દિલીપ વલસે પાટીલ અને સુનીલ તટકરે ગયા હતા. આ બેઠકમાં અજિત પવારના સભ્યો પણ સામેલ હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અજિત પવાર સતત પોતાના પરિવારના લોકો સાથે ચર્ચા પણ કરી રહ્યા છે. પ્રફુલ્લ પટેલે કહ્યું કે અજિત પવાર અમારી વાત સાંભળી રહ્યા હતા. તે ખૂબ પોઝિટિવ જોવા મળ્યા હતા. મીટિંગ બાદ અજિત પવાર અહીંથી નિકળીને ટ્રાયડેંટ હોટલ ગયા અને કાર્યકર્તાઓને મળ્યા, પછી તે પોતાના બંગલા પર ગયા. અને ત્યારબાદ પોતાના ભાઇ શ્રીનિવાસ પવારના ઘરે પહોંચ્યા. કહેવામાં આવી રહ્યું છે કે તેમણે રાજીનામું આપ્યું હતું. કારણ કે એનસીપી નેતાઓએ અજિત પવાર પાસે રાજીનામાની માંગ કરી હતી. 

સુપ્રીમ કોર્ટે 30 કલાકનો સમય આપ્યો છે, અમે તો 30 મિનિટમાં જ બહુમત સાબિત કરી શકીએ છીએ: સંજય રાઉત


સૂત્રો દ્વારા એ પણ કહેવામાં આવી રહ્યું છે કે મીટિંગમાં અજિત પવારે ફોન પર શરદ પવાર અને સુપ્રીયા સુલે સાથે વાતચીત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળવા માટે ઉપમુખ્યમંત્રી અજિત પવાર મળવા પહોંચ્યા હાઅ. અજિત પવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી નેતાઓની સાથે બેઠક કરી. ગુપ્તસ્થાને યોજાયેલી આ બેઠકમાં એનસીપી નેતાઓએ અજિત પવારને મનાવવાનો પ્રયત્ન કર્યો હતો. 

અજિત પવારે નાયબ મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું, શું ફરીથી એનસીપીમાં જોડાશે?


એવામાં હવે સૌથી મોટો સવાલ એ છે કે અજિત પવાર શું કરશે? જોકે અજિત પવારે હજુ સુધી ઉપ મુખ્યમંત્રી પદનો કાર્યભાર સંભળાવ્યો નથી. એનસીપીના નેતા સતત અજિત પવારને મનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના ફેંસલા બાદ અજિત પવાર એકલા ઘરેથી નિકળ્યા અને એનસીપીના નેતાઓને મળ્યા. 


ઉદ્ધવ ઠાકરે પાંચ વર્ષ માટે સીએમ રહેશે: સંજય રાઉત


બેંચના સૌથી સીનિયર જજ એનવી રમન્નાએ ચૂકાદો વાંચતી વખતે કહ્યું કે સંસદીય પરંપરામાં કોઇ દરમિયાનગિરી ન જોઇએ. આપણે લોકતાંત્રિક મૂલ્યોને જાળવવા પડશે.  સુપ્રીમ કોર્ટે દેવેંદ્વ ફડણવી સરકારને 24 કલાકની અંદર ફ્લોર ટેસ્ટનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે ફડણવીસ સરકારને 27 નવેમ્બરના રોજ ઓપન બેલેટ પેપર દ્વારા ટેસ્ટ આપવો પડશે. તેની વીડિયોગ્રાફી પણ થશે. ફ્લોર ટેસ્ટ પ્રોટેમ સ્પીકરની દેખરેખમાં જ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube