ઈ-સિગારેટ પર સમગ્ર દેશમાં લાગશે પ્રતિબંધ, તેનો ઉપયોગ ગણાશે ડ્રગ્સનું સેવન
ડ્રગ કન્સલ્ટેટિવ સમિતિની મીટિંગમાં ઈ-સિગારેટ અને તેના જેવા અન્ય અનેક પ્રકારના ડિવાઈસને ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940(DCA)ની ધારા 3(b) અંતર્ગત ડ્રગ જાહેર કરવા અંગે સહમતિ સાધવામાં આવી હતી
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ઈ-સિગારેટ એટલે કે ઈલેક્ટ્રોનિક સિગારેટને હવે 'ડ્રગ્સ'ની શ્રેણીમાં મુકી દીધી છે. સરકાર હવે તેના પર દેશભરમાં પ્રતિબંધ લગાવશે. આરોગ્ય મંત્રાલયે આરોગ્ય પર પડી રહેલી તેની જોખમી અસરોને જોતાં ઈ-સિગારેટ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવાનો નિર્ણય લીધો છે. આ અંગે ટૂંક સમયમાં હવે જાહેરનામું પણ બહાર પાડવામાં આવશે.
તાજેતરમાં જ યોજાયેલી ડ્રગ કન્સલ્ટેટિવ સમિતિની મીટિંગમાં ઈ-સિગારેટ અને તેના જેવા અન્ય અનેક પ્રકારના ડિવાઈસને ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940(DCA)ની ધારા 3(b) અંતર્ગત ડ્રગ જાહેર કરવા અંગે સહમતિ સાધવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ઈ-સિગારેટને Electronic Nicotine Delivery System(ENDS) કહેવામાં આવે છે, તેની અનેક પ્રોડક્ટ વર્તમાનમાં બજારમાં ઉપલબ્ધ છે. આ ડિવાઈસમાં તમાકુ સળગતું નથી, પરંતુ તેમાં રહેલા લિક્વિટ નિકોટીન સોલ્યુશન દ્વારા ધૂમાડો ઉડાવવા માટે હીટિંગ ડિવાઈસનો ઉપયોગ કરવામાં આવે છે. આ ધૂમાડાને સિગારેટ પીનારો શ્વાસના અંદર લે છે, જે અત્યંત હાનિકારક છે. આ કારણે ઈ-સિગારેટ યુવાનો વચ્ચે પણ અત્યંત લોકપ્રિય છે. જોકે, વાસ્તવિક્તા એ છે કે ઈ-સિગારેટની આરોગ્ય પર અત્યંત ખરાબ અસર પહોંચે છે.
મોદી સરકાર 2.0: જૂઓ આર્થિક સરવેમાં રજૂ કરવામાં આવેલી મુખ્ય બાબતો, આંકડાકીય માહિતી તસવીરોમાં
સરકારી આંકડા અનુસાર દેશમાં ઈ-સિગારેટની 640 બ્રાન્ડ બજારમાં છે, જેમાં 7,700 કરતાં પણ વધુ ફ્લેવરની ઈ-સિગારેટનું વેચાણ થાય છે. ENDS અંતર્ગત ઈ-સિગારેટ, હીટ-નોટ બર્ન ડિવાઈસ, ઈ-શીશા, ઈ-નિકોટીન, ફ્લેવર્ડ હુક્કા અને એવી અસંખ્ય પ્રોડક્ટ્સ બજારમાં ઉપલબ્ધ છે.
જોકે, સિગારેટ અને એન્ય તમાકુ ઉત્પાદન એક્ટ અંતર્ગત સરકાર આવી પ્રોડક્ટ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી શકે નહીં, પરંતુ માત્ર તેના પર નિયંત્રણ લાદી શકે છે. સરકારે તેના પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવા માટે અનેક પ્રકારના કાયદાકીય ફેરફાર કરવા પડશે, જેનથી ઈ-સિગારેટ પર પ્રતિબંધ લગાવી શકાય.
ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ અંતર્ગત ભારતમાં ઈ-સિગારેટને 'ડ્રગ' જાહેરાત કરી શકાય છે. ધારા 26-એ સરકારને ડ્રગ્સ કે કોસ્મેટિક પર પ્રતિબંધ લગાવાની મંજૂરી આપે છે, જેનાથી કોઈ વ્યક્તિને નુકસાન થવાની સંભાવના છે.
અમેરિકાના સંશોધનકર્તાઓએ પણ શોધ્યું છે કે, ઈ-સિગારેટથી મસ્તિષ્કની કોશિકાઓ (Brain Stem Cells)ને નુકસાન પહોંચી શકે છે. ઈ-સિગારેટ કોશિકાઓમાં તણાવ પેદા કરે છે. સ્ટેમ સેલ્સ એવી વિશેષ કોશિકાઓ હોય છે, જે મસ્તિષ્ક, રક્ત અને અસ્થિ કોશિકાઓ તરીકે વિશેષ કામ કરતી હોય છે.
જૂઓ LIVE TV....