Delhi NCR Earthquake: ગુજરાત સહિત સમગ્ર ભારત ભૂકંપ આંચકા, ભૂકંપની તીવ્રતા 6.6 ની નોંધાઇ
દિલ્હી NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ આંચકા લાંબા સમય સુધી અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન જણાવવામાં આવી રહ્યું છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.5 માપવામાં આવી છે. ભારતની સાથે પાકિસ્તાન, તાજિકિસ્તાન, ચીનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
દિલ્હી NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ આંચકા લાંબા સમય સુધી અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન જણાવવામાં આવી રહ્યું છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.5 માપવામાં આવી છે. ભારતની સાથે પાકિસ્તાન, તાજિકિસ્તાન, ચીનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ઉપરાંત અમદાવાદમાં 6.4 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.
ઉત્તરાખંડમાં પણ અનુભવાયો ભૂકંપ
બીજી તરફ ઉત્તરાખંડમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉત્તરાખંડમાં જોશીમઠ દુર્ઘટના વચ્ચે મંગળવારે ભૂકંપના આંચકાથી ધરતી હચમચી ગઈ હતી. ગઢવાલ અને કુમાઉના ઘણા વિસ્તારોમાં બપોરે 2.29 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તે જ સમયે, પિથોરાગઢ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના જણાવ્યા અનુસાર, ભૂકંપની તીવ્રતા 5.8 માપવામાં આવી છે. ચમોલી જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર નંદકિશોર જોશીએ જણાવ્યું કે હળવા આંચકા અનુભવાયા છે. ક્યાંયથી નુકસાનની માહિતી નથી.
ગયા વર્ષે ભારતમાં 400 થી વધુ ભૂકંપ આવ્યા હતા
આ પહેલા 5 જાન્યુઆરીએ દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જમ્મુ-કાશ્મીરમાં પણ ધરતી ધ્રૂજી ગઈ. ત્યાં પણ લોકોએ ભૂકંપના જોરદાર આંચકા અનુભવ્યા હતા. આ ભૂકંપની તીવ્રતા 5.9 માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર અફઘાનિસ્તાનનો હિંદુ કુશ પ્રદેશ હતો. ગયા વર્ષે ભારતમાં 400 થી વધુ ભૂકંપ નોંધાયા હતા. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પૃથ્વીની અંદર રહેલી ઉર્જાનો માત્ર 2 ટકા જ છોડવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Gajkesari Rajyog: 22 માર્ચથી બની રહ્યો છે ગજકેસરી રાજયોગ, આ રાશિઓને ચાંદી જ ચાંદી
આ પણ વાંચો: Unique Temple:આ દિવસે ખુલે છે કુબેરની પોટલી, દર્શન કરતાં જ ભક્તો થઇ જાય છે માલામાલ!
આ પણ વાંચો: Palmistry: હાથની રેખા વડે જાણો કેટલું જીવશો, કમાશો અને બીજું ઘણું બધુ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube