આખરે દિલ્હીની ધરતી નીચે શું થઈ રહ્યું છે? કોરોનાકાળમાં ચોથીવાર મહેસૂસ થયા ભૂકંપના આંચકા
દિલ્હીમાં 5 દિવસની અંદર બીજીવાર ભૂકંપના આંચકા મહેસૂસ થયા છે. આજે સવારે 11.28 વાગે દિલ્હીમાં ભૂકંપના ઝટકા મહેસૂસ થયા. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 માપવામાં આવી.
નવી દિલ્હી: દિલ્હીમાં 5 દિવસની અંદર બીજીવાર ભૂકંપના આંચકા મહેસૂસ થયા છે. આજે સવારે 11.28 વાગે દિલ્હીમાં ભૂકંપના ઝટકા મહેસૂસ થયા. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 માપવામાં આવી. ભૂકંપનું કેન્દ્ર દિલ્હીના પીતમપુરા પાસે હતું અને તેની ઊંડાઈ 8 કિમી હોવાનું કહેવાય છે. જો કે ભૂકંપની તીવ્રતા ખુબ ઓછી છે જેને કારણે નુકસાન થવાની શક્યતા નથી. પરંતુ માત્ર પાંચ દિવસમાં બીજીવાર ભૂકંપના ઝટકા એ ચિંતાનો વિષય છે. આ અગાઉ 10મી મેના રોજ પણ દિલ્હી-એનસીઆરમાં 3.4ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસૂસ થયા હતાં.
લોકડાઉન દરમિયાન છેલ્લા એક મહિનામાં દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના ચોથીવાર આંચકા મહેસૂસ થયા છે. આ અગાઉ 12મી અને 13મી એપ્રિલે પણ દિલ્હી એનસીઆરમાં ભૂકંપના આંચકા મહેસૂસ થયા હતાં.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube