Earthquake: વહેલી સવારે મિઝોરમમાં ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 6.1ની તીવ્રતા, બાંગ્લાદેશમાં હતું ભૂકંપનું કેન્દ્ર
ભારતનું પૂર્વોત્તર રાજ્ય મિઝોરમ આજે સવારે ભૂકંપના જોરદાર ઝટકાથી હચમચી ગયું. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1ની હતી. મિઝોરમ ઉપરાંત બાંગ્લાદેશમાં પણ ભૂકંપના ઝટકા મહેસૂસ થયા.
આઈઝોલ: ભારતનું પૂર્વોત્તર રાજ્ય મિઝોરમ આજે સવારે ભૂકંપના જોરદાર ઝટકાથી હચમચી ગયું. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1ની હતી. મિઝોરમ ઉપરાંત બાંગ્લાદેશમાં પણ ભૂકંપના ઝટકા મહેસૂસ થયા. બાંગ્લાદેશમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3ની માપવામાં આવી. ભૂકંપના આંચકાના કારણે લોકોમાં દહેશત ફેલાઈ અને ઘરમાંથી બહાર નીકળી ગયા.
અત્રે જણાવવાનું કે ભૂકંપ બાદ પ્રશાસન અલર્ટ થઈ ગયું અને રાહત અને બચાવ કાર્યમાં લાગી ગયું. ભૂકંપ બાદ અફરાતફરી મચેલી છે. લોકોને સંયમ જાળવવાની અપીલ કરાઈ છે. જો કે હજુ સુધી કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી.
યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટર (European-Mediterranean Seismological Centre) ના જણાવ્યાં મુજબ ભૂકંપનું કેન્દ્ર બાંગ્લાદેશના ચિટ્ટાગોંગથી 175 કિમી દૂર પૂર્વ દિશામાં હતું.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube