નવી દિલ્હીઃ કોરોના વાયરસ લૉકડાઉન વચ્ચે રાજધાની દિલ્હીમાં એકવાર ફરી ભૂકંપના ઝટકા આવ્યા છે. મહિનામાં આ ત્રીજીવાર છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.5 માપવામાં આવી છે. તેનું સેન્ટર દિલ્હીની પાસે ગાઝિયાબાદ જણાવવામાં આવી રહ્યું છે. આ પહેલા 12 અને 13 એપ્રિલે પણ દિલ્હીમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

24 કલાકમાં બીજીવાર આવ્યો ભૂકંપ
આ પહેલા દિલ્હીમાં 13 અને 13 એપ્રિલે ભૂકંપના ઝટકા આવ્યા હતા. 12 એપ્રિલે દિલ્હી એનસીઆરમાં સાંજે 5.50 કલાકે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. કોરોના વાયરસ લૉકડાઉનને કારણે આ દિવસે પણ મોટા ભાગના લોકો ઘરની અંગર હતા. ત્યારે ભૂકંપની તીવ્રતા 3.5 માપવામાં આવી હતી. ત્યારે કેન્દ્ર દિલ્હીનો પૂર્વ ભાગ હતું. 


ત્યારબાદ 13 એપ્રિલે ફરી ભૂકંપ આવ્યો હતો. આ દિવસે રિક્ટર સ્કેલ પર તીવ્રતા 2.7 નોંધવામાં આવી હતી. ભૂકંપની વધુ તીવ્રતા પ્રમાણે દેશને પાંચ ભાગમાં વેંચવામાં આવ્યો છે. દિલ્હી વધુ તીવ્રતા વાળા ઝોનમાં આવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર